અમદાવાદઃ ધોરણ-10 અને 12ની બોર્ડની પરીક્ષા આગામી 28 માર્ચથી શરૂ થવાની છે. રાજ્યના 14.98 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે ત્યારે અમદાવાદના 173142 વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે. પરીક્ષાને લઇને બોર્ડ દ્વારા એક્શન પ્લાન (Action Plan on Board Exams 2022 )તૈયાર કરવામાં આવ્યો છે. અમદાવાદમાં કુલ 140 કેન્દ્રો ઉપર વિદ્યાર્થીઓની પરીક્ષા યોજાશે.
એક્શન પ્લાન-બોર્ડની પરીક્ષાને લઇને અમદાવાદ ગ્રામ્ય અને શહેરી દ્વારા એક્શન પ્લાન (Ahmedabad DEO)તૈયાર કરવામાં આવ્યો છે .અમદાવાદ શહેરના ધોરણ10ના 59285, ધોરણ 12 કોમર્સના 30493 અને ધોરણ 12 સાયન્સના 7652 વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે. જ્યારે અમદાવાદ ગ્રામ્યના 48409 વિદ્યાર્થીઓ અને 12 કોમર્સના 22043 વિદ્યાર્થીઓ અને 12 સાયન્સના 5260 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે ગ્રામ્ય અને શહેરના કુલ 173142 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.
આ પણ વાંચોઃ BOARD EXAM 2022: ઓનલાઈન શિક્ષણને કારણે વિદ્યાર્થીઓમાં લખવાની ટેવ છૂટી વારંમવાર મોબાઈલ જોવાની ટેવ પડી