અમદાવાદ : ગુજરાત આમ આદમી પાર્ટી સત્તા પર આવવા માટે ગુજરાતના ગામે ગામ કાર્યક્રમો કરી રહી છે.જેમાં તિરંગા યાત્રા હોય કે પછી પરિવર્તન યાત્રા કરવામાં આવી હતી પરંતુ હવે આમ આદમી પાર્ટી દ્વારા પ્રદેશ પ્રમુખ સિવાય દરેક પદનું માળખું વિખેરવામાં આવ્યું છે. આમ આદમી પાર્ટી પ્રમુખ ગોપાલ ઇટાલિયાએ (Aap President Gopal Italiya ) જણાવ્યું હતું કે હાલમાં જે પણ પ્રદેશ પ્રમુખ સિવાય તમામ સંસ્થા, પાંખો,જિલ્લા પ્રમુખ,તાલુકા પ્રમુખ સહિત તમામ માળખા વિસર્જન કરવામાં આવ્યું છે. આગામી સમયમાં ચૂંટણીને (Gujarat Assembly Election 2022) ધ્યાનમાં લઈ નવું માળખું (Aam Admi Party New Organization Structure) અરવિંદ કેજરીવાલ (Arving Kejriwal) અધ્યક્ષતામાં રચના કરવામાં આવશે.
આમ આદમી પાર્ટીએ ગુજરાત માળખાનું વિસર્જન કર્યું છે અને હવે નવું માળખું રચાશે આ પણ વાંચોઃ દિલ્લીના મુખ્યપ્રધાન અને આપના રાષ્ટ્રીય અધ્યક્ષ કેજરીવાલે મોદીનો ગઢ ગજવ્યો, સીઆર પાટીલ ઠગ છે? : કેજરીવાલ
પાર્ટી માટે કામ કરનારને ફરી સ્થાન આપવામાં આવશે -વધુમાં જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટી ગુજરાતમાં શરૂઆત થઈ ત્યારથી લઇ અત્યાર સુધી જે પણ કાર્યકર્તા રાતદિવસ જોયા વગર પાર્ટીના હિતમાં કામ કર્યું છે. તેને ફરીવાર માળખામાં સ્થાન આપવામાં આવશે.સાથે સાથે આ માળખામાં (Aam Admi Party New Organization Structure) બીજા કાર્યકર્તાને પણ સ્થાન આપવામાં આવશે. આ માળખું વિશાળ માળખું હશે.
આ પણ વાંચોઃ Arvind Kejriwal Visit in Gujarat : અરવિંદ કેજરીવાલ આજે ફરી ગુજરાત પ્રવાસે
શા માટે વિસર્જન જરૂરિયાત ઉભી થઈ - આમ આદમી પાર્ટી દ્વારા હાલ સુધી જે માળખું હતું તે દિલ્હીમાં આમ આદમી પાર્ટીની અને અરવિંદ કેજરીવાલની સરકાર દ્વારા શિક્ષણ,આરોગ્ય કે અન્ય જે પણ જનતાના હિતમાં કામો કર્યા છે. તે ગુજરાતની જનતા સુધી પહોંચાડવામાં માટે માળખાની રચના કરવામાં આવી હતી. આ માળખાની રચનામાં આમ આદમી પાર્ટીએ જન સંવેદના, તિરંગા યાત્રા, પરિવર્તન યાત્રા યોજી હતી જેમાં ગુજરાતની જનતાનો સુંદર પ્રતિસાદ મળ્યો હતો. જેને ધ્યાનમાં લઈ હવે આ માળખાનું વિસર્જન કરી ચૂંટણીલક્ષી (Gujarat Assembly Election 2022) વિશાળ માળખું (Aam Admi Party New Organization Structure) રચવામાં આવશે.