- સ્વૈચ્છિક બંધની મિશ્ર અસર દેખાઇ બજારમાં
- રિલીફ રોડ, પાલડી, નવરંગપુરા, નારણપુરા, સી.જી રોડ વિસ્તારમાં દુકાનો દેખાઇ ખુલ્લી
- ત્રણ દિવસ સ્વૈચ્છિક બંધની કરવામાં આવી હતી જાહેરાત
અમદાવાદ: રાજ્યમાં સૌથી વધુ કોરોનાનું સંક્રમણ અમદાવાદ શહેરમાં ફેલાયું છે. ત્યારે હાલમાં તમામ સરકારી હોસ્પિટલો ફૂલ થઇ ચૂકી છે તો ખાનગી હોસ્પિટલમાં પણ દર્દીઓને જગ્યા મળતી નથી. કોરોનાની ચેઇન તોડવા માટે વેપારી મંડળ અને એસોસિએશનો દ્વારા સ્વૈચ્છિક લોકડાઉન કરવા માટે અપીલ કરવામાં આવી હતી.
આ પણ વાંચો: મીના બજારના પ્રગતિ પાથરણા મંડળએ સ્વયંભૂ દુકાનો રવિવાર સુધી બંધ કરાઈ
કોરોનાની ચેઇન તોડવા બંધની જાહેરાત
ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા વિવિધ એસોસિએશનના પ્રમુખ સાથે બેઠક યોજવામાં આવી હતી. જેમાં અપીલ કરવામાં આવી હતી કે, વિકેન્ડમાં સ્વયંભૂ લોકડાઉન કરવામાં આવે અને કોરોનાની ચેઇન તોડવામાં આવે. શહેરના 80 ટકા જેટલા વેપારી એસોસિએશન અને માર્કેટ દ્વારા કોરોનાની ચેઇન તોડવા બંધની જાહેરાત કરવામાં આવી હતી.
ત્રણ દિવસ સ્વૈચ્છિક બંધની કરવામાં આવી હતી જાહેરાત આ પણ વાંચો: સ્વૈચ્છીક બંધ પાળવા બદલ વલસાડ કલેક્ટરે વેપારીઓ-નગરજનોનો આભાર પ્રગટ કર્યો
કેટલાક વિસ્તારોમાં દુકાનો રહી ખુલ્લી
શહેરના રિલીફ રોડ, લાલદરવાજા, નારણપુરા, નવરંગપુરા, પાલડી, દરિયાપુર, અસારવા, બાપુનગર, ખોખરા, વિરાટનગર, નિકોલ સહિતના વિસ્તારમાં મોટા ભાગની દુકાનો બંધ જોવા મળી હતી. જેમાં ખાસ કરીને મેડિકલ સ્ટોર, મોબાઇલ શોપ, કપડાંની શોપ, દૂધને ડેરી, કરિયાણાની દુકાનો ખુલ્લી જોવા મળી હતી. જોકે રસ્તા પર અને દુકાનોમાં લોકોની પાંખી હાજરી દેખાઇ હતી.