- બહેરામપુર વિસ્તારમાં સ્માર્ટ સ્કૂલ તૈયાર
- CCTVથી સજ્જ તેમજ આધુનિક લેબ તૈયાર કરાયા
- ખાનગી સ્કૂલોમાંથી સરકારી શાળાઓમાં આવવાનો સિલસિલો પણ વધ્યો
અમદાવાદઃ ખાનગી સ્કૂલોને પણ ટક્કર આપે તેવી સરકારી સ્કૂલ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ( AMC ) દ્વારા બનાવવામાં આવી છે. શહેરના બહેરામપુર વિસ્તારમાં સ્માર્ટ સ્કૂલ ( Smart School ) બનાવવામાં આવી છે. હાલના જમાનામાં કોઈપણ વાલી પોતાના બાળકના એડમિશન માટે સ્કૂલોમાં કેવા પ્રકારની સુવિધા છે તે ખાસ જુએ છે, જેમાં સ્માર્ટ ક્લાસ ( Smart class ) હોય કમ્પ્યુટર ક્લાસ હોય કે પછી સારી લેબોરેટરી હોય આ તમામ પ્રકારની સુવિધા જે સ્કૂલમાં હોય તેમાં વાલી પોતાના બાળકનું એડમીશન કરાવે છે.
બેરામપુરા શાળા નંબર 22 અને 23ને સ્માર્ટ સ્કૂલ બનાવાય
જોકે, આ બધી સુવીધા મોટાભાગે ખાનગી સ્કુલમાં જોવા મળતી હતી. પરંતુ હવે આ બધી સુવિધા સરકારી સ્કૂલ ( Government school ) માં જોવા મળશે. ત્યારે જો આવી સુવિધા સરકારી સ્કૂલમાં મળે તો ક્યાં વાલી પોતાના બાળકને ખાનગી સ્કૂલમાં ઉંચી ફી ભરીને અભ્યાસ કરવા મોકલે? અમદાવાદ સ્કૂલ બોર્ડ દ્વારા બેરામપુરા શાળા નંબર 22 અને 23ને સ્માર્ટ મોડેલ સ્કૂલ તૈયાર કરી છે. જેમાં વિદ્યાર્થીઓને તમામ પ્રકારની સુવિધા મળી રહેશે.
36,264થી પણ વધુ વિદ્યાર્થીઓ ખાનગી સ્કૂલમાંથી સરકારી શાળાઓમાં આવ્યાં
છેલ્લા પાંચ વર્ષથી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની એટલે કે કોર્પોરેશન સંચાલિત સ્કૂલોમાં ખાનગી સ્કૂલોમાંથી સરકારી શાળાઓમાં આવવાનો સિલસિલો પણ વધ્યો છે. છેલ્લા સાત વર્ષમાં અમદાવાદ કોર્પોરેશન સ્કૂલ બોર્ડની શાળાઓમાં 36,264થી પણ વધુ વિદ્યાર્થીઓ ખાનગી સ્કૂલમાંથી સરકારી શાળાઓમાં આવ્યાં છે. જે આંકડો સરકારી સ્કૂલ ( Government School )ની ધરતી પરિસ્થિતિ અને ખાનગી સ્કૂલની મોંઘી ફી દર્શાવી રહ્યો છે. સરકારી સ્કૂલમાં એડમિશન માટે વેઇટિંગ જોવા મળી રહ્યું છે.
શિક્ષણપ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમાંના હસ્તે શાળાનું ઉદ્ધાઘટન
શિક્ષણપ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમાંના હસ્તે આ શાળાનું ઉદ્ધાઘટન કરવામાં આવ્યું હતું. શિક્ષણ પ્રધાને જણાવ્યું હતું, કે અમે એક ધ્યેય સાથે આગળ વધી રહ્યા છીએ કે, સરકારી સ્કૂલમાં ગુણવત્તા યુક્ત શિક્ષણ મળે તે માટે અમે આગળ વધી રહ્યા છીએ. વિર્ધાર્થીઓને સારૂ શિક્ષણ આપીને ખાનગી સ્કૂલની જેમ જ શીક્ષણ સરકારી સ્કૂલમાં મળી રહે તેવા પ્રયાસો કરાયા છે. સતત કોર્પોરેશનનની સ્કૂલમાં આધુનિક સાધનો સાથે ગુણવતા યુક્ત શિક્ષણ આપવામાં આવી રહ્યું છે.