અમદાવાદ: કોરોના વોરિયર્સ પોતે જ્યારે કોરોના વાઇરસનો શિકાર બને ત્યારે તેમની સ્થિતિ વધુ કફોડી બને છે. ત્યારે આવા સમયમાં અમદાવાદના એક ડૉકટર દ્વારા કોરોના વોરિયર્સના કોરોના પરીક્ષણ અને નિદાન માટે નિશુલ્ક સિટી સ્કેનની સેવા પૂરી પાડી રહ્યા છે.
આ અંગે ETV BHARAT સાથેની વાતચીતમાં ડૉ. અમિત ગુપ્તા જણાવે છે કે, તાજેતરમાં કોવિડ-19 પોઝિટિવ જાહેર થયેલા ડૉકટરોની યાદી જોવા મળી હતી. જેમાં અડધા ડોકટરોને હું ઓળખતો હતો.
અમદાવાદના આ ડૉક્ટર કોવિડ-19 પોઝિટિવનું સ્પષ્ટ નિદાન કરવા અન્ય ડૉક્ટર્સ માટે પૂરી પાડી રહ્યા છે નિશુલ્ક સેવા
અમદાવાદ અને દેશના અન્ય શહેરોમાં કોવિડ-19ના કેસની સંખ્યા ઝડપભેર વધી રહી છે. કોરોના વાઇરસ સામેની લડતમાં ડૉક્ટર્સ જ્યારે મુખ્ય ફરજ બજાવી રહ્યા છે ત્યારે તેમને મદદરૂપ થવા ડોકટર અમિત ગુપ્તા એડવાન્સ્ડ સીટી સ્કેનર્સનો ઉપયોગ કરી હાઈ-રિસોલ્યુશન કોમ્પ્યુટેડ ટ્રોમોગ્રાફી થોરેક્સ (HRCT Thorax) સ્ક્રીનીંગની સગવડ પૂરી પાડી રહ્યા છે જેના વડે કોરોનાનું નિશુલ્ક નિદાન થશે.
કોરોના વાઇરસ સામેની લડતમાં ડૉક્ટરો જ્યારે મુખ્ય ફરજ બજાવી રહ્યા છે, ત્યારે તેમના પ્રત્યે આદર ભાવ વ્યક્ત કરવા માટે મેં તેમને ઉસ્માનપુરા ઈમેજીંગ સેન્ટરના ખાતે ફ્રી સ્ક્રીનીંગ સર્વિસ ઓફર કરવાનો એક મહત્વનો નિર્ણય કર્યો છે. ગત સપ્તાહમાં 125થી વધુ ડૉક્ટરોએ કોવિડ-19 માટે સીટી સ્કેનીંગનો લાભ લીધો હતો. સીટી સ્કેન મારફતે કરવામાં આવેલું કોવિડ-19 નિદાન ખૂબ જ ચોકસાઈપૂર્ણ હતું.
કેટલાક ડૉક્ટરોએ ખાસ કરીને કોવિડ-19 માટે સીટી સ્કેન કરાવ્યુ છે, જ્યારે અન્ય ડોકટરોએ બીજા કારણોથી કરાવ્યું છે. સીટી સ્કેનમાં ખોટા પોઝિટિવ અથવા તો ખોટા નેગેટિવ નિદાનની શક્યતા નહિવત છે.
તમામ ડૉક્ટરોમાંથી 73 ડોક્ટર કોરોના પોઝિટિવ જણાયા હતા. કેટલાક ડોક્ટરોએ નિદાનની ખાતરી કરવા આરટી-પીસીઆર ટેસ્ટ કરાવ્યા હતા, જ્યારે અમુક ડોક્ટરો થોડા દિવસ પછી કોરોના પોઝિટિવ જણાયા હતા. પરંતુ સીટી સ્કેન મારફતે કરવામાં આવેલુ નિદાન ખૂબ જ ચોકસાઈપૂર્ણ હતું.
અમિત ગુપ્તાએ વધુમાં જણાવ્યુ હતું કે, સીટી સ્કેનમાં ઉચ્ચ સ્તરની ચોકસાઈ તો છે જ પણ તે કોરોના વાઇરસનું વહેલું નિદાન કરે છે. આથી જે દર્દીઓના ટેસ્ટ કોવિડ-19 પોઝિટિવ જણાયા હતા, તે એક સપ્તાહ પછી પણ પોઝિટિવ જણાયા હોવાનુ જોવા મળ્યું હતું. આરટી-પીસીઆર ટેસ્ટસની 67 ટકા સંવેદનશીલતાની તુલનામાં એચઆરસીટી થ્રોક્સ સ્ક્રીનીંગ અથવા તો સીટી સ્કેન 97 ટકા સંવેદનશીલતા ધરાવે છે.