- ઓલ ઈન્ડિયા કમાન્ડર કોન્ફરન્સનો પ્રારંભ
- 5 માર્ચે સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ ઉપસ્થિત રહેશે
- 6 માર્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંબોધન કરશે
અમદાવાદઃ આ અગાઉ નેશનલ લેવલની કોન્ફરન્સ કચ્છના સફેદ રણના ટેન્ટ સિટીમાં યોજાતી હતી, પણ હવે આવી કોન્ફરન્સ સ્ટેચ્યૂ ઓફ યુનિટીના સાંનિધ્યમાં યોજાય છે. આજે ગુરૂવારથી શરૂ થયેલી ઓસ ઈન્ડીયા કમાન્ડર કોન્ફરન્સમાં સેનાની પાંખના ત્રણેય વડાઓ ઉપસ્થિત રહશે અને ભારતની સરહદ પરની આંતરિક અને બાહ્ય સુરક્ષાના મુદ્દે ચર્ચા કરશે. તેમજ ચીન અને પાકિસ્તાન સરહદે થતી સુરક્ષા અને આંતકવાદીઓ સાથે લશ્કર કેવી રીતે બાથ ભીડી રહ્યું છે, તે મુદ્દે પણ ચર્ચા થશે. વડાપ્રધાન સમક્ષ રજૂઆત પણ થશે, એમ સુત્રોમાંથી જાણવા મળી રહ્યું છે.
વડાપ્રધાન મોદીના બીજા કાર્યકાળની સેના સાથે પ્રથમ કોન્ફરન્સ
વડાપ્રધાન પદે નરેન્દ્ર મોદી 2014માં આવ્યાં ત્યાર પછી તેઓનો આગ્રહ રહ્યો છે કે, ડીફેન્સ કોન્ફરન્સ થવી જોઈએ. જેમાં વિચારોની આપલે થવી જોઈએ. જેથી સેનાને વધુ મજબૂત કેવી રીતે બનાવી શકાય તેમજ રહી ગયેલી ત્રુટીઓના સંદર્ભમાં પણ વિચાર કરી શકાય. દેશની સુરક્ષા મુદ્દે ચર્ચાદેશની સુરક્ષા અને સરહદ પરની સુરક્ષા અંગે વિસ્તૃત ચર્ચાનો રીપોર્ટ 6 માર્ચે પૂર્ણાહુતિના દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સુપરત કરાશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બીજા કાર્યકાળ પછીની સેનાના ત્રણેય પાંખના વડા અને કમાન્ડો સાથે સૌપ્રથમ કોન્ફરન્સ થઈ રહી છે.