અમદાવાદ: સમગ્ર દેશમાં ઇકો ફ્રેન્ડલી ગણપતિનું સ્થાપન કરવા લોકોને કહેવામાં આવી રહ્યું છે અને કોરોનાના કેસના કારણે આ વર્ષે જ્યારે ગણેશ સ્થાપના માટે પંડાલોને મનાઈ ફરમાવવામાં આવી છે, ત્યારે લોકોમાં ઘરમાં જ મૂર્તિનું સ્થાપન કરવાનું ચલણ વધ્યું છે, તો માટીની સાથે આ વર્ષે ચોકલેટના ગણેશ અને ઇમ્યુનિટી બુસ્ટર મોદક લોકો બનાવી રહ્યાં છે. પર્યાવરણ બચાવવાની થીમ સાથે લોકો પોતાની શ્રદ્ધા પણ જળવાઈ રહે તેવા પ્રયત્નો કરી રહ્યાં છે. અમદાવાદમાં રહેતા શિલ્પાબેનેે ચોકલેટના ગણપતિ બનાવ્યા છે.
અમદાવાદના ચોકલેટ મેકરે ચોકલેટમાંથી બનાવ્યો 11 કિલોનો ઇમ્યુનિટી બુસ્ટર મોદક
સમગ્ર દેશમાં ઇકો ફ્રેન્ડલી ગણપતિનું સ્થાપન કરવા લોકોને કહેવામાં આવી રહ્યું છે, ગણેશ સ્થાપના માટે પંડાલોને મનાઈ ફરમાવવામાં આવી છે, ત્યારે લોકોમાં ઘરમાં જ મૂર્તિનું સ્થાપન કરવાનું ચલણ વધ્યું છે તો માટીની સાથે આ વર્ષે ચોકલેટના ગણેશ અને ઇમ્યુનિટી બુસ્ટર મોદક લોકો બનાવી રહ્યાં છે.
મહત્વનું છે કે, આ ચોકલેટના ગણપતિ સાથે તેમને આ વર્ષે 11 કિલોનું મોદક બનાવ્યો છે, જે ફક્ત ચોકલેટમાંથી જ નહીં, પરંતુ તેમાં ઇમ્યુનિટી બૂસ્ટ કરે એવા તુલસી અને આદુનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. જો કે મહત્વનું છે કે, ચોકલેટના ગણપતિનું વિસર્જન દૂધમાં કરી શકાય છે અને વિસર્જન બાદ તેને પ્રસાદના સ્વરૂપે પણ આપી શકાય છે. આ પ્રકારના ગણપતિની આ વર્ષે ખૂબ જ માંગ છે. ચોકલેટના ગણપતિજીની કિંમત જોઈએ તો બજારમાં 800થી શરૂ કરીને 51 હજાર સુધીના ગણપતિ મળી રહ્યાં છે અને લોકો પણ આ ગણપતિ બનાવવા અને ખરીદવા તરફ જઈ રહ્યાં છે.
આ પ્રકારના ગણપતિજીની વાત કરીએ તો 7 કલાકમાં આ ચોકલેટના ગણપતિ તૈયાર થાય છે અને એક વર્ષ સુધી ગણપતિજીની પ્રતિમા રહે છે. આ ગણપતિ કુકી ચોકલેટ કોર્ન સિરપ કલરથી બનતા હોય છે, પરંતુ આ વર્ષે કોરોના મહામારીને કારણે લોકો રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે અનેક પ્રયત્નો કરી રહ્યાં છે, ત્યારે લોકો ઘરે આસાનીથી ઇમ્યુનિટી બુસ્ટર સાથેના ચોકલેટના મોદક ભગવાનને પ્રસાદ સ્વરૂપે આપી શકે છે, તેમાં તુલસી અને ફૂદીનાના અને આદુ નાખેલા મોદકને લોકો આરામથી ખાઈ શકે છે.