ગુજરાત

gujarat

ETV Bharat / city

અમિત જેઠવા હત્યાકાંડ : સાક્ષીઓને ફોડનાર આરોપીએ હાઈકોર્ટમાં જામીન અરજી કરી

વર્ષ 2010માં RTI એક્ટિવિસ્ટ અમિત જેઠવાના હત્યા કેસમાં આરોપી પૂર્વ સાંસદ દિનુ બોઘાના ઈશારે સાક્ષીઓને ફોડવાના આક્ષેપ સાથે ધરપકડ કરાયેલા આરોપીએ જામીન મેળવવા માટે ગુજરાત હાઈકોર્ટમાં જામીન અરજી દાખલ કરી છે. આ મામલે 8મી ઓગસ્ટના રોજ વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે.

high-court
અમિત જેઠવા હત્યાકાંડ

By

Published : Jul 29, 2020, 9:40 PM IST

અમદાવાદઃ અમિત જેઠવા હત્યાકાંડમાં સાક્ષીઓને ફોડવા માટે સાક્ષીના પુત્રનું અપહરણ કરવાનો આક્ષેપ આરોપી ઉસ્માન કાઝી પર લગાવવમાં આવ્યો છે અને ત્યારપછી આરોપીની ગીર સોમનાથ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. ઉના તાલુકા કોર્ટ દ્વારા આરોપીના જામીન ના-મંજુર થતા તેણે જામીન મેળવવા માટે ગુજરાત હાઈકોર્ટમાં જામીન અરજી દાખલ કરી છે. હાઈકોર્ટે આરોપીની જામીન અરજીને માન્ય રાખી છે.

અમિત જેઠવા હત્યાકાંડ

અમદાવાદની સ્પેશ્યલ કોર્ટે અમિત જેઠવા હત્યાકાંડમાં જુબાનીથી ફરી ગયેલા કુલ 105 સાક્ષીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવાનો પણ આદેશ આપ્યો હતો. ઉલ્લેખનીય છે કે, દીનુ બોઘા અને અન્ય આરોપીઓ દ્વારા સીબીઆઈ કોર્ટના આદેશને હાઇકોર્ટમાં પડકાર્યો છે. હાઈકોર્ટે અપિલ અરજીને માન્ય રાખી વધુ સુનાવણી હાથ ધરવાનો આદેશ કર્યો હતો. અમદાવાદની સીબીઆઇ કોર્ટે 11મી જૂલાઈના રોજ મુખ્ય આરોપી દીનુ બોઘા, ભત્રીજા શિવ સોલંકી, સહિત કુલ 6 આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી હતી. સીબીઆઈ કોર્ટે આરોપીઓને IPCની કલમ 302, 201, 120(b) મુજબ દોષિત જાહેર કર્યા હતા.

આ સમગ્ર કેસની વિગત એવી છે કે, જુલાઈ-2010માં ગીર સોમનાથના RTI એક્ટિવિસ્ટ અમિત જેઠવાની ગુજરાત હાઇકોર્ટ સામે ગોળીઓ મારીને હત્યા કરી દેવામાં આવી હતી. પોલીસે સમગ્ર કેસની તપાસ કરતા ભાજપના પૂર્વ સાંસદ દીનુ બોઘાનું મુખ્ય આરોપી તરીકે નામ સામે આવ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details