- વિધાનસભા ગૃહમાં કોંગ્રેસના સરકારને સવાલ
- રાજ્યમાં ખેડૂતો માટે વીજ જોડાણની કેટલી અરજી પડતર
- 10,293 અરજીઓ 1 વર્ષથી વધુ પડતર પરિસ્થિતિમાં
ગાંધીનગર : ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોને તમામ સુવિધાઓ આપતા હોવાના અનેક વાતો કરવામાં આવી રહી છે, ત્યારે ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસે કરેલા સવાલોમાં ગુજરાતમાં કુલ 10 હજારથી વધુ ખેડૂતોને વીજ અરજીની પડતર હોવાની વાત રાજ્ય સરકાર દ્વારા જણાવવામાં આવી છે.
સમગ્ર રાજ્યમાં 82,698 વીજ જોડાણની અરજી પડતર વીજળી તાત્કાલિક જોડાણ ક્યા?
વિધાનસભામાં પ્રશ્નોત્તરી કાળ દરમિયાન કોંગ્રેસના ધારાસભ્યોએ રાજ્યના કેબિનેટ ઉર્જા પ્રધાન અને ખેડૂતોને વીજ જોડાણ બાબતે અનેક પ્રશ્નો કર્યા હતા. જેમાં કોંગ્રેસ પક્ષે એવા પણ આક્ષેપ કર્યા હતા કે, રાજ્ય સરકાર દાવા કરે છે કે, ખેડૂતોને તાત્કાલિક વીજ જોડાણ આપવામાં આવે છે. કોઈ વીજ જોડાણ પડતર નથી, પરંતુ વાસ્તવિકતા એ છે કે, રાજ્યમાં કૃષિ વિષયક વીજ જોડાણ મેળવવા માટે ખેડૂતોની 82,698 અરજીઓ પડતર છે. જે પૈકી 10 હજારથી વધુ અરજીઓ એક વર્ષ કરતાં પણ વધુ સમયથી પડતર છે, જ્યારે સૌથી વધુ બનાસકાંઠા જિલ્લામાં 11 હજાર જેટલી અરજીઓ પડતર હોવાનું વિધાનસભાગૃહમાં સામે આવ્યું છે.
વિધાનસભાગૃહમાં પડતર અરજીઓ મુદ્દેની આંકડાઓ સામે આવ્યા
આમ રાજ્ય સરકાર દ્વારા વીજ જોડાણ ખેડૂતોને તાત્કાલિક ધોરણે આપવામાં આવે છે, ત્યારે તેના દાવા પર જે રીતે વિધાનસભાગૃહમાં પડતર અરજીઓ મુદ્દેની આંકડાઓ સામે આવ્યા છે, તે બાબતે રાજ્ય સરકારની કામગીરી પર પણ કોંગ્રેસે સવાલ ઉઠાવ્યા હતા, ત્યારે હવે આ પડતર અરજીઓ ક્યારે પૂર્ણ થશે તે પણ જોવું રહ્યું?