- અમરાઈવાડી વિસ્તારમાં 80 વર્ષના વુદ્ધાએ કર્યું મતદાન
- જ્યાં સુધી જીવતી છું, ત્યાં સુધી મતદાન કરીશ- અરુણા પંડ્યા
- વ્હીલચેરમાં બેસીને મતદાન કુટીર સુધી પહોંચ્યા
અમદાવાદના અમરાઈવાડીમાં 80 વર્ષના વુદ્ધાએ કર્યું મતદાન
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય ચૂંટણી માટે આજે રવિવારે વહેલી સવારથી મતદાન કરવા નાગરિકો પહોંચ્યા છે, ત્યારે અમરાઈવાડી વિસ્તારમાં રહેતા 80 વર્ષના વુદ્ધાને પગમાં ચાલવાની તકલીફ હોવા છતાં તેઓ વ્હીલચેરમાં બેસીને વિવેકાનંદ સ્કૂલ ખાતે મતદાન કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, જ્યાં સુધી હું જીવતી છું ત્યાં સુધી મતદાન કરીશ.
Amraiwadi
અમદાવાદ: અમરાઈવાડીમાં 80 વર્ષના અરુણાબેન પંડ્યાએ મતદાન કરીને મતદાન જાગૃતિનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. વધુમાં મતદાન તો દરેક વ્યક્તિએ કરવું જોઈએ તેવું અરુણાબેને જણાવ્યું હતું, ત્યારે તેઓ એક પણ વાર મતદાન નથી કર્યું એવું નથી બન્યું. સ્થાનિક સ્વરાજની ચૂંટણીને ધ્યાનમાં રાખીને દરેક મતદાન મથકો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.