- બર્થડે સેલિબ્રેશનનો વિડીયો થયો હતો વાયરલ
- તલવારથી કેક કાપી ફટાકડા ફોડી બર્થડીની કરી ઉજવણી
- નારોલ પોલીસે આ તમામ લોકોની ધરપકડ કરી
અમદાવાદ:કોરોના ગાઇડલાઇન બહાર પાડ્યા બાદ રાત્રી ( Night Curfew) માં જન્મદિવસની ઉજવણી (Birthday Celebration) કરવી એ ગેરકાયદે બાબત છે. ત્યારે, વધુ એક આવો વીડિયો અમદાવાદના વટવા વિસ્તારનો વાયરલ થયો છે. જેમાં વાયરલ વીડિયોના અહેવાલ પ્રસારિત થતાની સાથે વટવા પોલીસ તપાસમાં જોડાઈ કે વીડિયો કોણે ઉતાર્યો અને ક્યાંનો છે. જ્યારે, પોલીસને સરતાજ નગરનો વીડિયો હોવાનું સામે આવતા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ વીડિયો જેદ રહેમાન અન્સારી નામના શખ્સનો જન્મદિવસનો હતો. આ ઉપરાંત, આરોપીઓ નાનો મોટો ધંધો કરતા હોવાનું સામે આવ્યું છે.
આ પણ વાંચો:અમદાવાદઃ જાહેરમાં તલવાર વડે કેક કાપી ફાયરિંગ કરનારનો વીડિયો વાયરલ, 9 વિરુદ્ધ ગુનો દાખલ