- વાસણામાં 14માં માળેથી કુદીને શિક્ષકે કર્યો આપઘાત
- મૃતક કોચિંગ ક્લાસમાં શિક્ષક હતા
- મોતની છલાંગ સીસીટીવી કેમેરામાં થઇ કેદ
- કોચિંગ ક્લાસના શીક્ષકે લગાવી મોતની છલાંગ
અમદાવાદઃશહેરના વિશાલા સર્કલ પાસેની બિલ્ડીંગ પરથી પાર્થ જયંતીભાઈ ટાંક નામના 40 વર્ષીય વ્યક્તિએ કુદકો મારી આત્મહત્યા કરતા ચકચારી મચી ગઈ છે. મૃતક વાસણા અને આસપાસના વિસ્તારમાં કોચિંગ ક્લાસ ચલાવતા હતા. સોમવારના રોજ રાબેતા મુજબ તેઓ તેમના જીમ પર આવ્યા હતા તે બાદ તે જ બિલ્ડીંગના 14માં માળેથી કુદીને આત્મહત્યા કરી હતી.