માણસા પાલિકા પ્રમુખની ચૂંટણીમાં ગેરહાજર રહેનારા કોંગ્રેસના 3 નગરસેવકો પક્ષમાંથી સસ્પેન્ડ
માણસા નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની અઢી વર્ષની મુદત પૂરી થયા બાદ યોજાયેલી ગત 24 તારીખે યોજાયેલી ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષના નિશાન પર ચૂંટાયેલા ત્રણ નગરસેવકો પક્ષના વ્હીપનો અનાદર કરી ગેરહાજર રહી પક્ષના આદેશનો ભંગ કરતા તાત્કાલિક અસરથી આ ત્રણે સભ્યોને કોંગ્રેસ પક્ષમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે. પક્ષાંતર ધારાની જોગવાઈ મુજબ પાલિકાના સભ્યપદેથી પણ તેઓને ગેરલાયક ઠેરવવા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ગાંધીનગરઃમાણસા નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની અઢી વર્ષની મુદત પૂરી થતાં 24 ઓગસ્ટના રોજ ચૂંટણી યોજાઈ હતી. જેમાં કોંગ્રેસ પક્ષના નિશાન પર ચૂંટાયેલા પણ પક્ષમાંથી રાજીનામું આપ્યા સિવાય ભાજપમાં જોડાઈ ગયેલા વોર્ડ નંબર 2ના કીર્તિકુમાર જીવણલાલ પરમાર, વોડ નંબર 5ના સુનીતાબહેન કમલેશભાઈ વાઘરી અને વોર્ડ નંબર 7ના નિરમાબેન આશિષભાઈ પ્રજાપતિ સહિત કોંગ્રેસના તમામ નગરસેવકોને વ્હિપ આપી મતદાનના દિવસે હાજર રહી પક્ષના ઉમેદવારની તરફેણમાં મતદાન કરવા જણાવવામાં આવ્યું હતું. પરંતુ ત્રણ સભ્યોએ પક્ષનાં વ્હિપનો સ્વીકાર કર્યો ન હતો અને મતદાનના દિવસે ગેરહાજર રહ્યાં હતાં.