ગુજરાત

gujarat

ETV Bharat / city

અમદાવાદ ગ્રામ્યના ‘આયુષ્માન ભારત યોજના’ના લાભાર્થીઓના રૂપિયા 74 કરોડના 29,805 ક્લેઈમ મંજૂર થયા - આયુષ્માન ભારત યોજના

અમદાવાદ જિલ્લામાં ‘આયુષ્માન ભારત યોજના’ના લાભાર્થીઓના કુલ રૂ. 74 કરોડના 29,805 ક્લેઈમ (દાવા) છેલ્લા બે વર્ષમાં મંજૂર થયા છે. અમદાવાદ જિલ્લામાં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત કુલ 225 હોસ્પિટલ જોડાયેલી છે, જેમાં 145 સરકારી હોસ્પિટલો તથા 90 ખાનગી હોસ્પિટલો જોડાયેલી છે.

અમદાવાદ ગ્રામ્યના ‘આયુષ્માન ભારત યોજના’ના લાભાર્થીઓના કુલ રૂ.74 કરોડના 29,805 ક્લેઈમ મંજૂર થયા
અમદાવાદ ગ્રામ્યના ‘આયુષ્માન ભારત યોજના’ના લાભાર્થીઓના કુલ રૂ.74 કરોડના 29,805 ક્લેઈમ મંજૂર થયા

By

Published : Sep 29, 2020, 7:46 PM IST

અમદાવાદઃ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાં સરકાર દ્વારા નિયત કરેલ 2011 એસ.ઈ.સી.સી. (સોશિયલ ઈકોનોમિક કાસ્ટ સેન્સસ) યાદીમાં જે કુટુંબના નામ સમાવિષ્ટ હોય તેમેને દર વર્ષે રૂ. 5 લાખ સુધીની તબીબી સારવારનો ખર્ચ મળવાપાત્ર છે. પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત જોડાયેલા સમગ્ર દેશની કોઈ પણ ખાનગી અથવા સરકારી હોસ્પિટલમાં દાખલ દર્દીને મફત-કેસલેસ સારવાર આપવામાં આવે છે. આ ઉપરાંત દર્દીને આવવા-જવાના ભાડા પેટે રૂ. 300 હોસ્પિટલ તરફથી આપવામાં આવે છે.

અમદાવાદ ગ્રામ્યના ‘આયુષ્માન ભારત યોજના’ના લાભાર્થીઓના કુલ રૂ.74 કરોડના 29,805 ક્લેઈમ મંજૂર થયા

પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાં 2011ના એસ.ઈ.સી.સી. સર્વેક્ષણમાં સમાવિષ્ટ કુટુંબોને જ લાભ મળવાપાત્ર છે. જો કુટુંબમાં કોઈ નવા સભ્યનો ઉમેરો થાય તો તેને પણ લાભ મળવાપાત્ર છે. ગુજરાત રાજ્યમાં ‘મા યોજના’ તથા ‘મા વાત્સલ્ય યોજના’ અંતર્ગત આવેલા તમામ લાભાથીઓને પણ આયુષ્માન ભારત યોજનાનો લાભ મળવાપાત્ર છે. આ યોજના હેઠળ પ્રાયમરી, સેકન્ડરી અને ટર્શરી (ગંભીર) સારવાર માટે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત જોડાયેલી હોસ્પિટલમાં કુલ 1762 જેટલા નિયત કરેલા રોગોની સારવાર વિનામૂલ્યે આપવામાં આવે છે.


જિલ્લા વિકાસ અધિકારી અરૂણ મહેશબાબુના માર્ગદર્શન હેઠળ અમદાવાદ જિલ્લામાં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાનો લાભ 2011ના એસ.ઇ.સી.સી. યાદી મુજબ અમદાવાદ ગ્રામ્યના કુલ 2,30,444 કુટુંબના સભ્યોના ગોલ્ડન કાર્ડ બનાવવામાં આવ્યા છે. તેઓના જણાવ્યા મુજબ, છેલ્લા બે વર્ષમાં ગ્રામ્ય કક્ષાએ 50 જેટલા કેમ્પ-શિબિર કરી યોજનાને વધુમાં વધુ લાભાર્થીઓ સુધી પહોંચાડવાનો ભગીરથ પ્રયાસ કરાયો છે.

ABOUT THE AUTHOR

...view details