ગુજરાત

gujarat

ETV Bharat / city

અમદાવાદ મનપાની ચૂંટણીમાં મતદારોની સુરક્ષા માટે 22 હજાર સુરક્ષા જવાન તહેનાત રહેશે

અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીને હવે આંગળીના વેઢે ગણી શકાય તેટલા દિવસ બાકી છે. ત્યારે પોલીસ તંત્ર દ્વારા ચૂંટણીને ધ્યાનમાં રાખી સુરક્ષાની તમામ તૈયારી કરી દેવાઈ છે. અમદાવાદમાં ચૂંટણી સમયે 20 હજાર પોલીસ જવાન અને હોમગાર્ડ્સ જવાનો તહેનાત કરવામાં આવશે.

અમદાવાદ મનપાની ચૂંટણીમાં મતદારોની સુરક્ષા માટે 22 હજાર સુરક્ષા જવાન તહેનાત રહેશે
અમદાવાદ મનપાની ચૂંટણીમાં મતદારોની સુરક્ષા માટે 22 હજાર સુરક્ષા જવાન તહેનાત રહેશે

By

Published : Feb 16, 2021, 3:48 PM IST

  • 20 હજાર જેટલા પોલીસ અને હોમગાર્ડસના જવાનો
  • સંવેદનશીલ વિસ્તારોમાં પેરામિલીટરી ફોર્સ તૈનાત કરાશે
  • સુરક્ષા વ્યવસ્થા માટે સતત બેઠક કરી યોજના બનાવી રહ્યા છે

અમદાવાદઃ મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને પોલીસતંત્ર દ્વારા તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે. ત્યારે રવિવારે યોજાનારા મતદાન માટે અંદાજે 20 હજાર પોલીસ અને હોમગાર્ડસના જવાનોને બંદોબસ્તમાં ગોઠવવાની તૈયારી કરી દેવાઈ છે. હવે ચૂંટણીને ગણતરીના દિવસો બાકી છે ત્યારે આખરી ઓપ આપવામા આવ્યો છે.

ચૂંટણીમાં 2 હજાર જેટલા અર્ધલશ્કરી બળના સુરક્ષા જવાનો તહેનાત રહેશે

સંવેદનશીલ વિસ્તારો માટે પેરામિલીટરી ફોર્સ ઉતારવામાં આવશે. જ્યારે પોલીસ, હોમગાર્ડસ અને અર્ધલશ્કરી દળો મળીને 22 હજાર સુરક્ષા જવાનો ચૂંટણી બંદોબસ્તમાં તહેનાત રહેશે, જેમાં પેરામિલીટરી ફોર્સ 16 તારીખે અમદાવાદ આવશે. હવે ગણતરીના દિવસો બાકી રહેતા બંદોબસ્તને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. આમાં 24થી 30 કલાક પહેલાં પોલીસ અને ચૂંટણી કર્મચારીઓને મતદાન મથક પર ગોઠવી દેવામાં આવશે.

પોલીસ અધિકારીઓ પણ ચૂંટણીમાં સુરક્ષા વ્યવસ્થા કરવા બેઠક બોલાવી રહ્યા છે

ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી હોવાથી પોલીસે પણ બંદોબસ્તમાં કોઈ કચાશ ન રહી જાય તે માટે સંપૂર્ણ વ્યવસ્થા કરી દીધી છે. આ અંગે પોલીસ અધિકારીઓ સતત બેઠક યોજી વ્યવસ્થા બનાવી રહ્યા છે. ચૂંટણીમાં કોઈ પણ પ્રકારની ગેરરીતિ કે મુશ્કેલીઓ ઊભી ન થાય તેને લઇને મિટીંગોમાં નિર્ણય લેવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details