ગુજરાત

gujarat

ETV Bharat / city

ગુજરાતમાં થયેલ 22 એન્કાઉન્ટર જે ખૂબ ચર્ચાસ્પદ રહ્યા

કાનપુર કાંડમાં 8 પોલીસનો હત્યારો વિકાસ દુબેનું આજે શુક્રવારે વહેલી સવારે પોલીસ સાથેની અથડામણમાં એન્કાઉન્ટર કરવામાં આવ્યું છે. પોલીસે સત્તાવાર જાહેર કર્યું છે કે વિકાસ દુબેએ પિસ્તોલ લઈને ભાગવાની કોશિશ કરી અને 15-20 મીનીટની અથડામણ બાદ ક્રોસ ફાયરિંગમાં વિકાસ દુબેનું મોત થયું છે. જે અથડામણમાં ચાર પોલીસકર્મી ઘાયલ થયા છે. વિકાસ દુબેના એન્કાઉન્ટર સામે અનેક સવાલ ઉભા થયા છે. ત્યારે ગુજરાતમાં 2002થી 2006 સુધી 22 એન્કાઉન્ટ થયા હતા, તે તમામ નકલી હતા, કે સાચા હતા, તે સવાલ આજે પ્રજાના મનમાં છે.

ગુજરાતમાં થયેલ 22 એન્કાઉન્ટર જે ખૂબ ચર્ચાસ્પદ રહ્યા
ગુજરાતમાં થયેલ 22 એન્કાઉન્ટર જે ખૂબ ચર્ચાસ્પદ રહ્યા

By

Published : Jul 10, 2020, 8:01 PM IST

અમદાવાદઃ ગુજરાતમાં 2002થી 2006ના વર્ષમાં કુલ 22 એન્કાઉન્ટર થયા હતા. તેના માટે ગુજરાત હાઈકોર્ટથી માંડીને સુપ્રીમ કોર્ટ સુધી તેની તપાસ ચાલી હતી. સ્પેશિયલ કમિટી પણ બની હતી. અને તપાસ અહેવાલ સુપ્રીમ કોર્ટને સોંપાયો હતો. આવો નજર કરીએ ગુજરાતમાં અત્યાર સુધી થયેલા એન્કાઉન્ટર પર…

ગુજરાતમાં થયેલ 22 એન્કાઉન્ટર જે ખૂબ ચર્ચાસ્પદ રહ્યા

2002થી 2006 સુધી કુલ 22 એન્કાઉન્ટર થયા હતા. તમામ એન્કાઉન્ટર પછી ગુજરાત પોલીસ પર આરોપ મુકાયો હતો કે તમામ નકલી હતા. પોલીસ અધિકારીઓનું કહેવું હતું કે તેઓ ત્રાસવાદી હતા. નરેન્દ્ર મોદી અથવા તો ભાજપના નેતાની હત્યા કરવા આવ્યા હતા અથવા તો રાજ્યના જુદાજુદા વિસ્તારમાં બોમ્બધડાકા કરવા આવ્યા હતા.

સોહરાબુદ્દીન એન્કાઉન્ટર સમયે ડીજી વણઝારા સહિત 6 આઈપીએસ અધિકારીઓઓ અને તે વખતે ગુજરાતના ભૂતપૂર્વ રાજ્યકક્ષાના ગૃહપ્રધાન અમિત શાહ સહિત 32 પોલીસ અધિકારીઓને જેલમાં લઈ જવાયા હતા.

  • સોહરાબુદ્દીન, કૌસર બી અને તુલસીરામ પ્રજાપતીનું એન્કાઉન્ટર થયું હતું
  • જાવેદ શેખ ઉર્ફે પ્રનેશ પિલ્લઈ, અમજદ અલી અને જીશન જોહરનું એન્કાઉન્ટર થયું હતું
  • ઈશરત જહા અને સાદિક જમાલનું એન્કાઉન્ટર થયું હતું
  • કાસમ જાફર, હાજી ઈસ્માઈલ અને સમીર ખાનનું પણ એન્કાઉન્ટર થયું હતું
  • જામનગરના જામ સલાયાના હાજી ઈસ્માઈલનું એન્કાઉન્ટર થયું હતું, તે રીઢો દાણચોર હતો
  • ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન શંકરસિંહ વાઘેલાના કાર્યકાળમાં કુખ્યાત બુટલેગર અબ્દુલ લતીફનું એન્કાઉન્ટર થયું હતું

ગુજરાતમાં થયેલા 22 એન્કાઉન્ટર ખૂબ જ ચર્ચાસ્પદ રહ્યા હતા. ગુજરાત પોલીસ અને ભાજપના નેતાઓ સામે અનેક આક્ષેપો થયા, તેમા રાજકારણ રમાયું, કોંગ્રેસ અને ભાજપ વચ્ચે ભારે ખેંચતાણ થઈ, તે વખતે નરેન્દ્ર મોદીને સોનિયા ગાંધીએ ‘મોતના સોદાગર’ કહ્યા હતા. તે પછી ગુજરાતમાં મોદીની આગેવાની હેઠળ ભાજપ સરકાર સ્પષ્ટ બહુમતી સાથે ચૂંટાઈની આવી હતી. નકલી એન્કાઉન્ટરનો મુદ્દો ગુજરાત નહીં, દેશમાં પણ ચર્ચાયો હતો. તાજેતરમાં જ ગુજરાતના કથિત 22 ફેક એન્કાઉન્ટર સંદર્ભે રિટાયર્ડ જસ્ટિસ એચ.એસ.બેદીનો તપાસ રિપોર્ટ સુપ્રીમ કોર્ટને સોંપાઈ ગયો છે.

ABOUT THE AUTHOR

...view details