ગુજરાત

gujarat

ETV Bharat / city

અમદાવાદ: PAYTM કેવાયસી મામલે સાયબર ક્રાઈમે વધુ 2 આરોપીની કરી ધરપકડ - પેટીએમ

પેટીએમ કેવાયસીના નામે છેતરપિંડી આચરતી જામતાડા ગેંગનો અમદાવાદ સાયબર ક્રાઈમે પર્દાફાશ કર્યો છે. અમદાવાદના વકીલ ધવલ નાણાવટી પાસેથી આરોપીઓએ 11 લાખ રૂપિયા પડાવી લીધાના કેસમાં વધુ બે આરોપીની સાયબર ક્રાઇમ બ્રાંચે ઝારખંડના જામતાડાથી ઝડપી પાડ્યાં છે.

અમદાવાદ: PAYTM કેવાયસી મામલે સાયબર ક્રાઈમે વધુ 2 આરોપીની કરી ધરપકડ
અમદાવાદ: PAYTM કેવાયસી મામલે સાયબર ક્રાઈમે વધુ 2 આરોપીની કરી ધરપકડ

By

Published : Sep 29, 2020, 8:15 PM IST

અમદાવાદઃ સાઇબર ક્રાઇમનો ગૂનો નોંધાય અને કોઈપણ મોડસ ઓપરેન્ડી સામે આવે પરંતુ આરોપીઓનું મૂળ જામતાડા સુધી જરૂર નીકળે છે. તેવા જ એક ગુનામાં સાયબર ક્રાઈમને શિવકુમાર ગુપ્તા અને ગૌસુલવરા અંસારીની ધરપકડ બે દિવસ પહેલા કરી હતી. ત્યારે વધુ બે આરોપી અજય મંડલ અને કુંદન મંડલની ધરપકડ કરવામાં આવી છે. જોકે તેની તપાસમાં જામતાડાના ગોવિંદ મંડલનું નામ મુખ્ય સૂત્રધાર તરીકે સામે આવ્યું છે અને હજી પણ સાયબર ક્રાઇમ બ્રાંચનું સર્ચ ઓપરેશન જામતાડામાં ચાલી રહ્યું છે. પોલીસનો દાવો છે કે વધુ આરોપીઓ આ રેકેટમાં પકડવામાં આવશે. નજીકના સમયમાં અને વધુ ગુનાનો પણ ભેદ ઉકેલી કાઢવામાં આવશે.

PAYTM કેવાયસી મામલે સાયબર ક્રાઈમે વધુ 2 આરોપીની કરી ધરપકડ
જો જામતાડા ગેંગની ગુનો કરવાની મોડેસ ઓપરન્ડીની વાત કરવામા આવે તો ઝડપાયેલા આરોપીઓ અને ગોવિંદ મંડલ મોબાઈલધારકોના મોબાઈલમાં બ્લકમાં મેસેજ કરાવતાં હતાં. ત્યારબાદ મોબાઈલ નંબર પર એક કોલ કરવામાં આવતો અને પેટીએમની વિગતો મેળવી કેવાયસી અપડેટ કરવાનું જણાવી રિમોટ ઍક્સેસ એપ્લિકેશન ડાઉનલોડ કરાવીને પૈસાની ઉઠાંતરી કરતાં હતાં. ત્યાર બાદ છેતરપિંડીના નાણાંથી એમેઝોન ગીફ્ટ વાઉચર ખરીદ કરી નાણાં રોકડ કરવામાં આવતાં હતાં. ઉપરાંત અન્ય આરોપી ગૌસુલવરા ઓનલાઈન બિલ પે. રિચાર્જ કરી રૂપિયા રોકડ મેળવતો હતો.
PAYTM કેવાયસી મામલે સાયબર ક્રાઈમે વધુ 2 આરોપીની કરી ધરપકડ
મહત્વની વાત એ છે જામતાડા ગામ નક્સલવાદી વિસ્તારમાં આવેલું છે.. જેથી પોલીસની ટીમો પણ ત્યાં વેશપલટો કરી આરોપી સુધી પહોચી હતી. પરંતુ પોલીસ હવે તે વાતની તપાસ કરી રહી છે કે જામતાડાની ગેગનો અમદાવાદના આરોપી સાથે સંપર્ક કેવી રીતે થયો. ઉપરાંત અન્ય કેટલા લોકો સાથે છેતરપિંડી કરી છે તે અંગે તપાસ હાથ ધરી છે.ત્યારે અમદાવાદ પોલીસને ઝારખંડમાં સ્થાનિક પોલીસ પણ મદદ ન કરતી હોવાને કારણે ગુજરાત પોલીસ તમામ આરોપીઓની ધરપકડ પણ નથી કરી શકતી ત્યારે અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચના ઓપરેશન બાદ સ્થાનિક પોલીસે પણ એક સર્ચ હાથ ધર્યું છે જેમાં આ ગેંગના 15 જેટલા સાગરીતને રાઉન્ડઅપ કરવામાં આવ્યાં છે.

ABOUT THE AUTHOR

...view details