અમદાવાદઃ ભારત સરકારે વંદે ભારત મિશન દ્વારા લોકો પરત લાવવાના હેતુથી શરૂ કરેલ અભિયાનમાં અનેક લોકોને ભારત લાવવામાં આવી રહ્યા છે, ત્યારે બુધવારે દુબઈના કુવૈતથી 177 જેટલા મુસાફરોને લઈને ફલાઇટ અમદાવાદ પહોંચી છે અને લંડનથી પણ એક ફલાઇટ અમદાવાદ એરપોર્ટ પહોંચી છે. જેમાં અનેક મુસાફરોને અમદાવાદ લાવવામાં આવ્યા છે. હજુ વિદેશમાં ફસાયેલા લોકોને પાછા લાવવાની કાર્યવાહી ચાલું છે.
અમદાવાદ: કુવૈત અને લંડનથી 2 ફલાઇટ પ્રવાસીઓ સાથે અમદાવાદ પહોંચી
કોરોના વાઇરસના કારણે વિશ્વના અનેક દેશોમાં લોકડાઉન અને સજ્જડ બંધ રાખવામાં આવ્યું હતું, ત્યારે મૂળ ભારતીય પણ વિદેશમાં અલગ હેતુથી ગયેલા અનેક લોકો ફસાયા છે. ત્યારે ભારત સરકારે તેમને પરત લાવવા પણ આયોજન કર્યું છે, જેમાં કુવૈત અને લંડન ફસાયેલા લોકોને અમદાવાદ લાવવામાં આવ્યા છે. અમદાવાદ એરપોર્ટ પર તમામનું મેડિકલ ચેકઅપ પણ કરવામાં આવ્યું છે.
અમદાવાદ: કુવૈત અને લંડનથી 2 ફલાઇટ મુસાફરો સાથે અમદાવાદ પહોંચી
અમદાવાદ ઇન્ટરનેશન એરપોર્ટ પર બહારથી આવેલ તમામ લોકોમેં તથા તેમના સામાનને સેનિટાઈઝ કરવામાં આવી રહ્યો છે અને મુસાફરોનું મેડિકલ ચેકઅપ પણ કરવામાં આવી રહ્યું છે.
Last Updated : May 14, 2020, 9:35 AM IST