- રાજ્યમાં બુલેટ ટ્રેન પ્રોજેકટ અંતર્ગત 95 જમીન સંપાદનનું કાર્ય પૂર્ણ
- જમીન સંપાદન કાર્યમાં 1908 વાંધા અરજી
- સૌથી વધુ વાંધા અરજી સુરતમાં
અમદાવાદ: બુલેટ ટ્રેન માટે 73,64,819 ચોરસ મીટર જમીન સંપાદન કરવાની થાય છે, તે પૈકી 69,98,888ચોરસ મીટર જમીન સંપાદન કરવામાં આવ્યું હતું. જ્યારે 03,65,931 ચોરસ મીટર જમીન સંપાદન કરવાની બાકી છે, આ જમીન સંપાદનમાં ખેડૂતોની 1908 ફરીયાદો મળી હતી. 8 જિલ્લાઓમાં શહેરી વિસ્તારમાં જમીન સંપાદન કરવાનું આયોજન હતું. ત્યારે રાજ્યમાં બુલેટ ટ્રેનના જમીન સંપાદનને લઈને વિરોધનો વંટોળ શરૂ થઈ ગયો હતો.
આ પણ વાંચો: મહારાષ્ટ્રમાં જમીનના પ્રશ્નો ઉકેલાય નહીં તો અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પાછળ ઠેલાઈ શકે છે: NHSRCL