રાજ્યમાં શૂન્ય પરિણામ ધરાવતી 174 શાળાઓ, ગત વર્ષની સરખામણીએ બમણો વધારો
રાજ્યમાં ધોરણ-10નું પરિણામ જાહેર થયું છે. પરંતુ શૂન્ય ટકા ધરાવતી શાળામાં બમણો વધારો થયો છે. જે સરકારની શિક્ષણનીતિ સામે સવાલો ઉભા કરી રહ્યું છે. ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી ધોરણ 10ની પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે. ગત વર્ષ કરતાં 6 ટકા ઓછું તો છે. સાથેસાથે શિક્ષણનું સ્તર ખૂબ જ કથળતું જતું હોવાનું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે.
રાજ્યમાં શૂન્ય પરિણામ ધરાવતી સ્કૂલોમાં 174 શાળાઓ, ગત વર્ષની સરખામણીએ બમણો વધારો
અમદાવાદઃ રાજ્યમાં 100 ટકા પરિણામ ધરાવતી શાળાઓની સંખ્યા ગત વર્ષ 366 હતી. જે 75 ઘટીને 291 થઈ છે. તો 30 ટકા ક૨તાં ઓછું પરિણામ ધરાવતી શાળાઓ 995થી વધીને 1839 થઈ છે. જ્યારે શૂન્ય ટકા પરિણામવાળી શાળાઓ પણ 63થી વધીને 174 થઈ ગઈ છે. ત્યારે એવું કહી શકાય કે, શાળા પ્રવેશોત્સવ, કન્યા કેળવણી જેવા સરકારના કાર્યક્રમની મોટીમોટી વાતો કરતી ગુજરાત સરકાર રિઝલ્ટમાં નિમ્ન સ્તરને સુધારી શકતી નથી.