ગુજરાત

gujarat

ETV Bharat / city

AMC દ્વારા 15 નવી ખાનગી હૉસ્પિટલ્સને કોવિડ હોસ્પિટલ જાહેર કરાઇ

અમદાવાદના ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાના કેસ વધી રહ્યા હોવાથી ગામડાના લોકો શહેરમાં આવીને કોરોનાની સારવાર મળી રહે તે માટે AMC દ્વારા 15 નવી ખાનગી હોસ્પિટલોને કોવિડ હોસ્પિટલ જાહેર કરવામાં આવી છે. આ નિર્ણય લેવાનો મુખ્ય હેતુ અમદાવાદ શહેરમાં HDU, ICU તેમજ વેન્ટિલેટર સહિત વધુ ક્રિટિકલ બેડ મળી રહે તે અંગેનો છે.

Covid Hospital
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન

By

Published : Jul 30, 2020, 7:20 PM IST

અમદાવાદઃ શહેરમાં કોરોનાના કેસ ઘટી રહ્યા છે પરંતુ, ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાના કેસો વધી રહ્યા છે. ત્યારે ગ્રામ્ય વિસ્તારમાં રહેતા લોકોને શહેરમાં આવી કોરોનાની સારવાર કરવીએ વધારે સમય લેતો હોય છે. જેના પગલે અધિક મુખ્ય સચિવ ડૉ.રાજીવ ગુપ્તાની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં શહેર સિવાયના અને અન્ય જિલ્લામાંથી આવતા કોરોનાના દર્દીઓને વધુ સુવિધા મળી રહે તે માટે વધારાની 15 ખાનગી હોસ્પિટલોને કોવિડ હોસ્પિટલ જાહેર કરી છે. આ નિર્ણય લેવાનો મુખ્ય હેતુ અમદાવાદ શહેરમાં HDU, ICU તેમજ વેન્ટિલેટર સહિત વધુ ક્રિટિકલ બેડ મળી રહે તે અંગેનો છે. હવે શહેરમાં 59 જેટલી ખાનગી હોસ્પિટલોને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ડેઝિગ્નેટેડ કોવિડ હોસ્પિટલ જાહેર કરવામાં આવી છે.

કોવિડ હોસ્પિટલ જાહેર

મહત્વનું છે કે, AMC દ્વારા નવી જાહેર કરાયેલી કોવિડ હોસ્પિટલ દ્વારા ખાનગી ક્વોટાના દર્દીઓ માટે 1 જૂનના હુકમથી નક્કી કરવામાં આવેલા સારવારના સીલીંગ રેટ મુજબ જ ચાર્જીસ લેવાના રહેશે. આ હુકમ મુજબ વોર્ડમાં બેડ માટે પ્રતિ દિવસ 9 હજાર રૂ. HDU બેડ માટે 12600, આઇસોલેશન+ICU બેડ માટે 18050, વેન્ટિલેટર+આઇસોલેશન+ICU બેડ માટે 21850 રૂપિયા રેટ નક્કી કરવામાં આવ્યા છે. આ હોસ્પિટલો દ્વારા અમદાવાદ શહેર અને બહારના કોરોના દર્દીઓ લેવાની છૂટ રહેશે. અમદાવાદ શહેર સિવાયના કોરોના દર્દીઓની માહિતી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને આપવાની રહેશે.

ABOUT THE AUTHOR

...view details