- પશ્ચિમ રેલવે દ્વારા બનાવવામાં આવી ઓક્સિજન એક્સપ્રેસ ટ્રેનો ચલાવવાની સદી
- 100 ઓક્સિજન એક્સપ્રેસ ટ્રેનો ચલાવીને 9 રાજ્યોમાં સપ્લાય કરવામાં આવ્યો 8971.17 ટન પ્રાણવાયુ
- ઓક્સિજન પરિવાહનમાં રેલવેનો મુખ્ય રોલ
અમદાવાદ: ભારતીય રેલ્વેએ દેશભરના વિવિધ રાજ્યોમાં લિક્વિડ મેડિકલ ઓક્સિજન (LMO) પહોંચાડવાની પ્રક્રિયા ચાલુ રાખી છે. આ જ ક્રમમાં, પશ્ચીમ રેલ્વેએ ઓક્સિજન એક્સપ્રેસ ટ્રેન ચલાવવાની સદી ફટકારી છે.
રેલવેએ દેશના અનેક ભાગોમાં પહોંચાડ્યો ઓક્સિજન
પશ્ચિમ રેલ્વેએ 100 ઓક્સિજન એક્સપ્રેસ ટ્રેનો ચલાવીને લક્ષ્ય હાંસલ કર્યું છે અને અત્યાર સુધીમાં આશરે 8971.19 ટન પ્રાણવાયુ દિલ્હી, ઉત્તરપ્રદેશ, હરિયાણા, પંજાબ, રાજસ્થાન, આંધ્ર પ્રદેશ, તેલંગાણા, કર્ણાટક અને મહારાષ્ટ્ર સહિત 9 રાજ્યોમાં પૂરો પાડવામાં આવ્યો છે. આ ટ્રેનોમાં લગભગ 8971.19 લિક્વિડ મેડિકલ ઓક્સિજન (LMO) પરિવહન કરવામાં આવ્યું છે.
રો-રો સેવા અંતર્ગત પહોંચાડાયો ઓક્સિજન
નોંધનીય છે કે, પહેલી ઓક્સિજન એક્સપ્રેસ ટ્રેન નવીન પ્રયત્નોથી BWT વેગનમાં RO-RO સેવા અંતર્ગત ઓક્સિજન ટેન્કરોથી ભરેલી ટ્રક લોડ કરીને 25 એપ્રિલ, 2021ના રોજ રાજકોટ ડિવિઝનના હાપાથી કાલમ્બોલી (મહારાષ્ટ્ર) માટે રવાના થઈ હતી. ત્યારબાદ, 100 ઓક્સિજન એક્સપ્રેસ ટ્રેનો પશ્ચિમ રેલ્વે દ્વારા સંચાલિત કરવામાં આવી છે.