- અમદાવાદ પીરાણા અગ્નિકાંડમાં 12 લોકોના મોત
- વડાપ્રધાને ટ્વીટ કરી દુઃખ વ્યક્ત કર્યું
- કંપનીએ જાણ પણ ન કરી હોવાનો પરિવારનો આક્ષેપ
અમદાવાદઃ શહેરના પીરાણા-પીપળજ રોડ પર રેવા એસ્ટેટમાં આવેલા સાહિલ એન્ટરપ્રાઇઝમાં બોઇલર બ્લાસ્ટ થતા કાપડના ગોડાઉનમાં આગ લાગી છે. જેમાં બિલ્ડીંગ એકા-એક ધરાશાયી થઇ હતી. જેના કારણે 12ના મોત નિપજ્યાં છે. તેમજ 2ની હાલત ગંભીર હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. જો કે, હાલ ફાયરની ટીમ દ્વારા રેસ્ક્યૂ કામગીરી કરવામાં આવી રહી છે. ઈજાગ્રસ્તો એલ.જી. હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. 9 લોકોની હાલત હજી ગંભીર છે.
ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યા
આ ગંભીર ઘટના CCTVમાં કેદ થઇ હતી. જેમાં જોઇ શકાય કે, કામદારો પોતાના જીવના જોખમે કામ કરી રહ્યા હતા તે દરમિયાન અચાનક બ્લાસ્ટ થયો હતો.
ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યા ગોડાઉન ભુટાભાઇ ભરવાડ નામની વ્યક્તિનું હોવાનું સામે આવ્યું
નોંધનીય છે કે, સાહિલ એન્ટરપ્રાઇઝ ભુટાભાઇ ભરવાડ નામની વ્યક્તિની હોવાનું સામે આવ્યું છે. જેની હાલમાં પોલીસ પૂછપરછ કરી રહી છે. ફેક્ટરીમાં ફાયરસેફ્ટીના સાધનો પણ ન હોવાનું સામે આવ્યું છે. હજી આ દુર્ઘટનામાં મોતનો આંકડો વધી શકે તેવી શક્યતા છે. દુર્ઘટનામાં ઇજાગ્રસ્ત થયેલા લોકોને એલ.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે. જેમાં અન્ય 9 લોકોની હાલત હજી ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે. કાપડની ફેક્ટરીમાં એટલો જોરદાર બ્લાસ્ટ થયો હતો કે, તેના પિલ્લરોના અનેક ટુકડા થઇ ગયા હતાં. આ ગોડાઉનમાં કાપડ હોવાને કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું.
મનપાના એક પણ ઉચ્ચઅધિકારી ઘટનાસ્થળે નથી પહોંચ્યા
આ દુર્ઘટનામાં 10 લોકો મોતના મુખમાં હોમાયા છતાં AMCના એક પણ ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે હાજર થયાં નથી. મેયર, ડે.મેયર તેમજ ઉચ્ચ અધિકારીઓ સહિતના કોઇ પણ આગેવાન તેમજ અન્ય કોઇ પણ નેતા હજી ઘટનાસ્થળે પહોંચ્યા નથી.
અમદાવાદ આગકાંડઃ 10 લોકોના મોત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ટ્વીટ કરીને દુઃખ કર્યું વ્યક્ત
અમદાવાદની આ દુઃખદ ઘટના બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ટ્વીટ કરીને દુખ વ્યક્ત કર્યુ છે. PM મોદીએ ટ્વીટ કરીને મૃતકોના પરિવારને સાંત્વના પાઠવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરતા લખ્યુ કે અમદાવાદમાં ગોડાઉનમાં લાગેલી આગમાં જીવ ગુમાવનારા પ્રત્યે શોકગ્રસ્ત છું. તેમના શોકાતુર પરિવારો પ્રત્યે શોક વ્યક્ત કરું છું, તંત્ર દ્વારા પીડિતોને શક્ય તમામ મદદ કરવામાં આવશે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઉચ્ચ અધિકારીઓ મૌનમાં
ઘટનાની ગંભીરતાના પડઘા દિલ્લી સુધી વાગ્યા છે. પરંતુ ઘર આંગણે રહેલા સત્તાધીશો અધિકારી આ બાબતે કોઈ દુઃખ કે ઘટનાની ગંભીરતાની નોંધ નથી લઈ રહ્યા તે બાબતને લઈ મૃતક પરિવારોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. બીજી તરફ હોસ્પિટલ તંત્ર પણ મૌન સાંધી રહ્યું છે. એટલે કે કોર્પોરેશનના મેયર, કમિશ્નર, ડે. મેયર, ડે. કમિશનર સહિત તમામ ઉચ્ચ અધિકારીઓ આંખ આડા કાન કરી રહ્યા છે.
કંપનીએ જાણ પણ ન કરી હોવાનો પરિવારનો આક્ષેપ
આ દુર્ઘટનામાં મૃતકના પરિવારજનોનો આક્ષેપ છે કે, હજી સુધી કંપનીના સંચાલકો અહીં આવ્યાં નથી. કંપનીએ અમને જાણ પણ ન કરી. જ્યારે મૃતક નઝમુનિશા શેખના પરિવારના જણાવ્યા મુજબ, નઝમુનિશા શેખ અને તેમની દીકરી રિઝવાના આજે સવારે નોકરીએ ગયા હતા. બપોરે અન્ય લોકો મારફતે જાણ થઈ હતી કે મારા ભાભી જ્યાં નોકરી કરે છે તે કંપનીમાં આગ લાગી છે અને એલ.જી.માં લઇ ગયા છે. અહીં આવીને જોતા મારા ભાભીનું મોત થયું હોવાના સમાચાર મળ્યા હતા અને મારી ભત્રીજી દાખલ છે. તો બીજી તરફ બે દિવસ પહેલા શેખ ઈર્ષાદ બહેનને ફેક્ટરીના માલિકે કામ ઓછું રહેવાથી ઘરે રહેવા સૂચના આપી હતી. જેનાથી તેઓનો જીવ બચી ગયો છે. પરંતુ બાજુની ફેક્ટરીમાં કામ કરી રહેલી તેમની બહેન મોતને ભેટી છે.
મોતના આંકડામાં થઈ શકે છે વધારો
જો કે, આ ઘટનામાં પાસે આવેલા નાનુભાઇ એસ્ટેટમાં પણ આગ લાગી હતી. હાલમાં આ 9 લોકોને એલ.જી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં છે. નોંધનીય છે કે, સાહિલ એન્ટરપ્રાઇઝ ભુટાભાઇ ભરવાડ નામની વ્યક્તિની હોવાનું સામે આવ્યું છે. જેની હાલમાં પોલીસ પૂછપરછ કરી રહી છે. ફેક્ટરીમાં ફાયરસેફ્ટીના સાઘનો પણ ન હોવાનું સામે આવ્યું છે. હજી આ દુર્ઘટનામાં મોતનો આંકડો વધી શકે તેવી શક્યતા છે.
આ પણ વાંચોઃ અમદાવાદમાં કાપડના ગોડાઉનમાં લાગેલી આગમાં 11 લોકોના મોત, જાણો શું કહે છે મૃતકોના પરિજનો..?
શહેરના પીરાણા નજીક નાનું કાકાની કાપડના ગોડાઉનમાં સવારે 11.15 કલાકે આગ લાગી હતી. જેમાં 12 લોકોને રેસ્કયૂ કરવામાં આવ્યા છે. તેમજ 9 લોકોના મોત નીપજ્યાં છે અને હજૂ પણ 4થી 5 લોકો ફસાયા હોવાની આશંકા છે.
આ પણ વાંચોઃ અમદાવાદ આગ કાંડઃ મૃતકના પરિવારજનો એલ.જી.હૉસ્પિટલ પહોંચ્યા, ફાયર અધિકારીનું મીડિયા સામે મૌન
અમદાવાદ શહેરના પીરાણા-પીપળજ રોડ પર નાનુ કાકા એસ્ટેટમાં કાપડના ગોડાઉનમાં આગ લાગી છે. જ્યા બોઇલર બ્લાસ્ટ થતા બિલ્ડીંગ ધરાશાયી થઇ હતી. જેમાં 14થી વધુ લોકો ફસાયા હતા. જેમાંથી 8ના મોત નિપજ્યા છે. જેમને એલ.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
આ પણ વાંચોઃ અમદાવાદ મનપાના વિપક્ષ નેતા પહોંચ્યા એલ.જી. હોસ્પિટલ, AMC પર કર્યા પ્રહાર
અમદાવાદઃ મનપા કોંગ્રેસના કાર્યકારી નેતા તોફિક પઠાણ એલ.જી. હોસ્પિટલ પહોંચ્યા હતા અને અમદાવાદમાં બનેલી ફાયરની ઘટના પર ભાજપ સરકાર પર પ્રહાર કર્યા હતા. જેમાં તેમને જણાવ્યું કે, આ ઘટના બાદ સરકારે ગેરકાયદેસરના બાંધકામો દૂર કરવા જોઇએ અને આ ઘટનાની ગંભીરતા પૂર્વક નોંધ લેવી જોઇએ, જ્યારે આટલી મોટી ઘટના બની છે છતા ભાજપના કોઇ શાસકો ઘટના સ્થળે કે હોસ્પિટલ પર પહોચ્યા નથી એ વાત ધૃણાસ્પદ છે. જ્યારે મનપા કોર્પોરેશન પર પ્રહાર કરતા કહ્યું કે, કોર્પોરેશને પણ આ ઘટનામાં બેદરકારી દાખવી છે, કોર્પોરેશને ફાયર સેફ્ટીને લઇને કોઇ પગલા લીધા નથી.