નવી દિલ્હી: વિપ્રોના ચેરમેન રિશદ પ્રેમજીએ બુધવારે જણાવ્યું હતું કે, કંપનીએ હરીફ સંસ્થા સાથે કામ કરતા 300 કર્મચારીઓ શોધી કાઢ્યા છે. આ ઉપરાંત વિપ્રોએ મૂનલાઇટિંગ (Wipro moonlighting) માટે તેમની સામે કાર્યવાહી કરતી વખતે 300 કર્મચારીઓ (Wipro fires 300 staff for moonlighting) ને કાઢી મૂક્યા છે. તેમણે કહ્યું કે, તેઓ મૂનલાઇટિંગ અંગેની તેમની ટિપ્પણીઓ પર અડગ છે અને તે કંપની પ્રત્યેની નિષ્ઠાનો સંપૂર્ણ ભંગ છે.
300 કર્મચારીઓ બરતરફ: જ્યારે કોઈ કર્મચારી તેની નિયમિત નોકરી ઉપરાંત અન્ય કોઈ કામ કરે છે, ત્યારે તેને તકનીકી રીતે મૂનલાઈટિંગ કહેવામાં આવે છે. પ્રેમજીએ ઓલ ઈન્ડિયા મેનેજમેન્ટ એસોસિએશન (AIMA) ના રાષ્ટ્રીય પરિષદમાં કહ્યું, વાસ્તવિકતા એ છે કે, આજે એવા લોકો છે જેવિપ્રોની સાથે હરીફ કંપની માટે કામ કરી રહ્યા છે. અમે છેલ્લા કેટલાક મહિનામાં આવા 300 કર્મચારીઓને શોધી કાઢ્યા છે, જેઓ ખરેખર આવું કરી રહ્યા છે.
વિપ્રો મૂનલાઈટ:કંપની તેમજ હરીફ સંસ્થા માટે કામ કરતા આવા કર્મચારીઓ સામે પગલાં લેવા અંગે પૂછતાં તેમણે કાર્યક્રમ દરમિયાન અલગથી જણાવ્યું હતું કે, તેમને કંપની પ્રત્યેની વફાદારીનો ભંગ કરવા બદલ કાઢી મૂકવામાં આવ્યા છે. પ્રેમજીએ કહ્યું હતું કે, મૂનલાઇટિંગની વ્યાખ્યા એ છે કે, અન્ય કામ ગુપ્ત રીતે કરવું. પારદર્શિતા અનુસાર વ્યક્તિઓને સપ્તાહના અંતે પ્રોજેક્ટ પર કામ કરવા વિશે સ્પષ્ટ અને ખુલ્લી વાતચીત કરી શકે છે.