ગુજરાત

gujarat

ETV Bharat / business

Share Market India: રોકાણકારો માટે આજનો દિવસ રહ્યો 'અમંગળ' - RBIની મોનિટરી પૉલિસી બેઠક

સપ્તાહના બીજા દિવસે આજે (મંગળવારે) ભારતીય શેરબજાર ભારતીય શેરબજાર (Share Market India) ઘટાડા સાથે બંધ થયું છે. આજે બપોરે 3.30 વાગ્યે સેન્સેક્સ (Sensex) 567.98 પોઈન્ટ અને નિફ્ટી (Nifty) 153.20 પોઈન્ટ તૂટીને બંધ થયો છે.

Share Market India: રોકાણકારો માટે આજનો દિવસ રહ્યો 'અમંગળ'
Share Market India: રોકાણકારો માટે આજનો દિવસ રહ્યો 'અમંગળ'

By

Published : Jun 7, 2022, 3:39 PM IST

Updated : Jun 7, 2022, 3:57 PM IST

અમદાવાદઃ સપ્તાહના બીજા દિવસે આજે (મંગળવારે) ભારતીય શેરબજારમાં (Share Market India) કડાકો જોવા મળ્યો છે. ભારતીય શેરબજાર (Share Market India) ઘટાડા સાથે બંધ થતા રોકાણકારોએ રોવાનો વારો આવ્યો હતો. તો આજે બપોરે 3.30 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex) 567.98 પોઈન્ટ (1.02 ટકા)ના ઘટાડા સાથે બંધ થયો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifty) 153.20 પોઈન્ટ (0.92 ટકા) તૂટીને 16,416.35ના સ્તર પર બંધ થયો છે.

શેરબજારની સ્થિતિ

શેરબજાર તૂટવાના કારણ -RBI પૉલિસી બેઠક, ક્રુડ ઓઈલમાં ઉછાળો, US ફ્યૂચર્સમાં કડાકો, ટેક વ્યૂ. ભારતીય શેરબજારમાં મોટો (Share Market India) કડાકો આવવા માટે આ ચાર કારણ મહત્વના છે. રોકાણકારોની RBIની મોનિટરી પૉલિસી બેઠકના (RBI Monetary Policy Meeting) પરિણામને લઈને સતર્ક છે. જોકે, વિશ્લેષકોનું કહેવું છે કે, RBI તરફથી રેપો રેટમાં વધારો થવાની શક્યતા છે. બીજી તરફ ક્રુડ ઓઈળમાં મજબૂતીથી અનેક કંપનીઓમાં ઉછાળો આવ્યો છે. તો કેટલીક કંપનીમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. તો બજાર શરૂ થતાં પહેલા અમેરિકી શેર્સના ફ્યૂચર્સમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. નેસડેક 10 ફ્યૂચર્સમાં 1 ટકા નબળું છે. તેનો અર્થ એ છે કે, ટ્રેડર્સ બજાર ખૂલ્યા પછી અમેરિકી ટેક શેર્સમાં વેચવાલીની આશા રાખી શકે છે. ચોથા કારણ મુજબ, નિફ્ટી માટે 16,400નું સ્તર ખૂબ જ મહત્વનું છે. ભલે ઈન્ટ્રા ડે દરમિયાન તે સ્તર તૂટી ગયું છે.

આ પણ વાંચો-સમસ્યા ન બને ક્રેડિટ કાર્ડ, જાણો RBIની નવી ગાઈડલાઈન્સ

સૌથી વધુ ઉંચકાયેલા શેર્સ -ઓએનજીસી (ONGC) 5 ટકા, એનટીપીસી (NTPC) 1.55 ટકા, કૉલ ઇન્ડિયા (Coal India) 1.28 ટકા, મારુતિ સુઝૂકી (Maruti Suzuki) 1.26 ટકા, હીરો મોટોકોર્પ (Hero Motocorp) 1.14 ટકા.

આ પણ વાંચો-ઘર ખરીદતા પહેલા ધ્યાનમાં રાખવા જેવી બાબતો

સૌથી વધુ ગગડેલા શેર્સ -ટાઈટન કંપની (Titan Company) 4.48 ટકા, યુપીએલ (UPL) 4.21 ટકા, ડો રેડ્ડીઝ લેબ્સ (Dr Reddys Labs) 3.72 ટકા, બ્રિટેનિયા (Britannia) -3.23 ટકા, લાર્સન (Larsen) -3.14 ટકા.

Last Updated : Jun 7, 2022, 3:57 PM IST

ABOUT THE AUTHOR

...view details