મુંબઈ : અઠવાડિયાની શરુઆતમાં જ પ્રથમ દિવસે બજાર ઉછાળા સાથે ખુલ્યું છે. શરૂઆતના વેપારમાં ઇક્વિટી બેન્ચમાર્ક ઈન્ડેક્સ સેન્સેક્સ અને નિફ્ટી ઉછાળા સાથે ખુલ્યા હતા. ઉપરાંત રેકોર્ડ બ્રેકિંગ ઉચ્ચ સ્તરે પહોંચ્યા હતા. BSE સેન્સેક્સ 99 પોઈન્ટ વધીને 66,160.21 પર અને નિફ્ટી 50 35.25 પોઈન્ટ વધીને 19,599.75 પર ટ્રેડ કરી રહ્યો હતો.
BSE સેન્સેક્સ : BSE ના 30 શેરો વાળા પ્રમુખ ઇન્ડેક્સ સેન્સેક્સ 502.01 અંક વધીને ખુલ્યો છે. ટકાવારીની દ્રષ્ટિએ આ વધારો લગભગ 0.77 ટકા હતો. જે શુક્રવાર 66,060.90 ની નવી ઓલ-ટાઈમ હાઈ પર બંધ રહ્યો હતો. દિવસ દરમિયાન તે 600.9 પોઈન્ટ અથવા 0.91 ટકા વધીને 66,159.79 ની તેની સર્વકાલીન ઈન્ટ્રા-ડે હાઈ પર પહોંચ્યો હતો.
NSE નિફ્ટી : શુક્રવારે NSE નિફ્ટી 150.75 પોઈન્ટ પર બંધ થયો હતો. ટકાવારીની દ્રષ્ટિએ આ વધારો 0.78 ટકા હતો. શુક્રવારે સાંજે તે 19,564.50ના નવા રેકોર્ડ સ્તરે બંધ થયો હતો. દિવસ દરમિયાન તે 181.6 પોઈન્ટ અથવા 0.93 ટકાનો ઉછાળો નોંધાવીને 19.595.35 ની તેની સર્વકાલીન ઇન્ટ્રા-ડે હાઈ પર પહોંચ્યો હતો.
રુપીયાની વૈશ્વિક સ્થિતિ :સ્થાનિક શેરબજારોમાં તેજી અને વિદેશી ભંડોળના સતત પ્રવાહ વચ્ચે સોમવારે પ્રારંભિક વેપારમાં રૂપિયો 6 પૈસા વધીને 82.11 પ્રતિ ડોલર થયો હતો. ફોરેક્સ ટ્રેડર્સે જણાવ્યું હતું કે, ક્રૂડ ઓઈલના ભાવમાં વધારો રૂપિયાના ફાયદાને મર્યાદિત કરે છે. ઇન્ટરબેંક ફોરેન એક્સચેન્જ માર્કેટમાં ડોલર સામે રૂપિયો 82.14 પર ખૂલ્યો હતો અને પછી તે 82.11 સુધી પહોંચ્યો હતો. આ અગાઉના બંધ સ્તર કરતાં 6 પૈસાનો વધારો છે.
ગત અઠવાડિયાની સ્થિતિ : શુક્રવારે બેન્ચમાર્ક BSE સેન્સેક્સ પ્રથમ વખત ઐતિહાસિક 66,000 પર બંધ થયો હતો. જ્યારે NSE નિફ્ટી શુક્રવારે IT કાઉન્ટર્સમાં ભારે ખરીદી અને નવા વિદેશી ભંડોળના પ્રવાહને કારણે નવી સર્વકાલીન ઊંચી સપાટીએ પહોંચ્યો હતો. શુક્રવારે ડોલર સામે રૂપિયો 82.17 ના સ્તર પર બંધ થયો હતો. દરમિયાન છ મુખ્ય ચલણોની સામે યુએસ ડોલરની સ્થિતિ દર્શાવતો ડોલર ઇન્ડેક્સ 0.05 ટકા વધીને 99.96 થયો હતો.
- Indian bank Employees: ફરી બેંક કર્મચારીઓની વેતન વધારાની માંગ, આપ્યુ અલ્ટીમેટમ
- SBI Loan Interest Rate: લોન લેવાનો પ્લાન હોય તો SBIની અપડેટ જાણો, વ્યાજ દરમાં કર્યો વધારો