ગુજરાત

gujarat

ETV Bharat / business

stock market india શેરબજારની ફ્લેટ શરૂઆત, સેન્સેક્સ 27 પોઈન્ટ ગગડ્યો - નેશનલ સ્ટોક એક્સચેન્જ ન્યૂઝ

સપ્તાહના ત્રીજા દિવસે ભારતીય શેરબજારની (Stock Market India) ફ્લેટ શરૂઆત થઈ છે. આજે સવારે સેન્સેક્સ (Bombay Stock Exchange News) 27.08 પોઈન્ટ અને નિફ્ટી (National Stock Exchange News) 10.55 પોઈન્ટના ઘટાડા સાથે જોવા મળી રહ્યો છે.

stock market india શેરબજારની ફ્લેટ શરૂઆત, સેન્સેક્સ 27 પોઈન્ટ ગગડ્યોટ શરૂઆત, સેન્સેક્સ 27 પોઈન્ટ ગગડ્યો
stock market india શેરબજારની ફ્લેટ શરૂઆત, સેન્સેક્સ 27 પોઈન્ટ ગગડ્યો

By

Published : Dec 7, 2022, 9:30 AM IST

અમદાવાદવૈશ્વિક શેરબજાર (World Stock Market) તરફથી નબળા સંકેત મળી રહ્યા છે. ત્યારે સપ્તાહના ત્રીજા દિવસે ભારતીય શેરબજારની (Stock Market India) ફ્લેટ શરૂઆત થઈ છે. આજે સવારે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Bombay Stock Exchange News) 27.08 પોઈન્ટ (0.04 ટકા)ના ઘટાડા સાથે 62,599.28ના સ્તર પર જોવા મળી રહ્યો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (National Stock Exchange News) 10.55 પોઈન્ટ (0.05 ટકા)ના ઘટાડા સાથે 18,635.45ના સ્તર પર જોવા મળી રહ્યો છે.

આ સ્ટોક્સ ચર્ચામાં રહેશેજિન્દાલ સ્ટેઈનલેસ (Jindal Stainless), ન્યૂ દિલ્હી ટેલિવિઝન (New Delhi Television), સફાયર ફૂડ્સ ઇન્ડિયા (Sapphire Foods India), સેઈમેન્સ (Seimens), યુગ્રો કેપિટલ (Ugro Capital), ઈર્કોન ઇન્ટરનેશનલ (Ircon International), વેરિટાસ ઈન્ડિયા (Veritas India).

વૈશ્વિક બજારની સ્થિતિ આજે એશિયન બજારમાં મિશ્ર વેપાર જોવા મળી રહ્યો છે. તો એસજીએક્સ નિફ્ટી 24 પોઈન્ટ ગગડ્યો છે. જ્યારે નિક્કેઈ 0.46 ટકાના ઘટાડા સાથે 27,756.94ની આસપાસ જોવા મળી રહ્યો છે. બીજી તરફ સ્ટ્રેઈટ ટાઈમ્સમાં 0.24 ટકાની નબળાઈ જોવા મળી રહી છે. ઉપરાંત તાઈવાનનું બજાર 0.37 ટકા તૂટીને 14,674.98ના સ્તર પર વેપાર કરી રહ્યો છે. જ્યારે હેંગસેંગ 0.05 ટકાના વધારા સાથે 19,451.55ના સ્તર પર જોવા મળી રહ્યો છે. ઉપરાંત કોસ્પીમાં ફ્લેટ વેપાર થઈ રહ્યો છે. તો શાંઘાઈ કોમ્પોઝિટ 0.50 ટકાના ઘટાડા સાથે 3,196.41ના સ્તર પર જોવા મળી રહ્યો છે.

ABOUT THE AUTHOR

...view details