ગુજરાત

gujarat

ETV Bharat / business

Stock Market India બીજા દિવસે શેરબજારની મજબૂત શરૂઆત, સેન્સેક્સ 343 પોઈન્ટ ઉછળ્યો

સપ્તાહના બીજા દિવસે આજે (મંગળવારે) ભારતીય શેરબજારની શરૂઆત (Stock Market India) ઉછાળા સાથે થઈ છે. આજે સવારે 9.16 વાગ્યે સેન્સેક્સ (Bombay Stock Exchange News) 343.92 પોઈન્ટ અને નિફ્ટી 99.50 પોઈન્ટના ઉછાળા સાથે જોવા મળી રહ્યો હતો.

Stock Market India બીજા દિવસે શેરબજારની મજબૂત શરૂઆત, સેન્સેક્સ 343 પોઈન્ટ ઉછળ્યો
Stock Market India બીજા દિવસે શેરબજારની મજબૂત શરૂઆત, સેન્સેક્સ 343 પોઈન્ટ ઉછળ્યો

By

Published : Nov 1, 2022, 10:11 AM IST

અમદાવાદવૈશ્વિક શેરબજાર (World Stock Market) તરફથી મિશ્ર સંકેત મળી રહ્યા છે. ત્યારે સપ્તાહના બીજા દિવસે આજે (મંગળવારે) ભારતીય શેરબજારની શરૂઆત (Stock Market India) ઉછાળા સાથે થઈ છે. આજે સવારે 9.16 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Bombay Stock Exchange News) 343.92 પોઈન્ટ (0.57 ટકા)ના વધારા સાથે 61,090.51ના સ્તર પર વેપાર કરી રહ્યો હતો. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 99.50 પોઈન્ટ (0.55 ટકા)ના સામાન્ય ઉછાળા સાથે 18,111.70ના સ્તર પર જોવા મળી રહ્યો હતો.

આ સ્ટોક્સમાં થઈ શકે છે કમાણીતાતા સ્ટીલ (Tata Steel), એક્સિસ બેન્ક (Axis Bank), ગ્લેનમાર્ક (Glenmark), વોડાફોન આઈડિયા (Vodafone Idea), ભારતી એરટેલ (Bharti Airtel), એલ એન્ડ ટી (L&T).

વૈશ્વિક બજારની સ્થિતિઆજે એશિયન બજારમાં મિશ્ર વેપાર જોવા મળી રહ્યો છે. તો એસજીએક્સ નિફ્ટી (SGX Nifty) 115.50 પોઈન્ટ ઉછળ્યો છે. જ્યારે નિક્કેઈ 0.21 ટકાના વધારા સાથે 27,646.34ની આસપાસ જોવા મળી રહ્યો છે. તો સ્ટ્રેઈટ ટાઈમ્સમાં 1.29 ટકાનો ઉછાળો આવ્યો છે. જ્યારે તાઈવાનનું બજાર 0.70 ટકાના વધારા સાથે 13,039.94ના સ્તર પર વેપાર કરી રહ્યું છે. બીજી તરફ હેંગસેંગ 2.84 ટકાના વધારા સાથે 15,104.08ના સ્તર પર વેપાર કરી રહ્યું છે. તો કોસ્પીમાં 1.53 ટકાના વધારા સાથે અને શાંઘાઈ કોમ્પોઝિટ 1.18 ટકાના વધારા સાથે 2,927.52ના સ્તર પર વેપાર કરી રહ્યો છે.

ABOUT THE AUTHOR

...view details