ગુજરાત

gujarat

ETV Bharat / business

stock market india પહેલા જ દિવસે માર્કેટમાં તેજી, સેન્સેક્સ 319 પોઈન્ટ ઉછળ્યો - stock market india closed with boom

સપ્તાહના પહેલા દિવસે ભારતીય શેરબજાર ઉછાળા સાથે (stock market india) બંધ થયું છે. આજે બપોરે 3.30 વાગ્યે સેન્સેક્સ 319.90 પોઈન્ટ અને નિફ્ટી 90.90 પોઈન્ટની તેજી સાથે બંધ થયો છે. આ સાથે જ રોકાણકારોમાં ખુશી (stock market india closed with boom) જોવા મળી હતી.

stock market india પહેલા જ દિવસે માર્કેટમાં તેજી, સેન્સેક્સ 319 પોઈન્ટ ઉછળ્યો
stock market india પહેલા જ દિવસે માર્કેટમાં તેજી, સેન્સેક્સ 319 પોઈન્ટ ઉછળ્યો

By

Published : Jan 23, 2023, 6:03 PM IST

અમદાવાદઃસપ્તાહના પહેલા દિવસે ભારતીય શેરબજાર ઉછાળા સાથે બંધ થયું છે. આજે બપોરે 3.30 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ 319.90 પોઈન્ટ (0.53 ટકા)ની તેજી સાથે 60,941.67ના સ્તર પર બંધ થયો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 90.90 પોઈન્ટ (0.50 ટકા)ના વધારા સાથે 18,118.55ના સ્તર પર બંધ થયો છે.

આ પણ વાંચોBudget 2023 : 30 વર્ષમાં માત્ર બે વાર જ બજાર બજેટ પહેલા અને પછી વધ્યું હતું, મોર્ગન સ્ટેનલીના અહેવાલ મુજબ શેરબજારનું વલણ

સૌથી વધુ ઉંચકાયેલા શેર્સઃએચયુએલ 1.87 ટકા, સન ફાર્મા 1.84 ટકા, ટેક મહિન્દ્રા 1.80 ટકા, આઈશર મોટર્સ 1.68 ટકા, યુપીએલ 1.58 ટકા.

સૌથી વધુ ગગડેલા શેર્સઃઅલ્ટ્રાટેક સિમેન્ટ -4.56 ટકા, ગ્રેસિમ -1.45 ટકા, એનટીપીસી -1.10 ટકા, જેએસડબ્લ્યૂ સ્ટીલ -1.01 ટકા, તાતા સ્ટીલ -0.77 ટકા.

આ પણ વાંચોBudget 2023: જાહેર ક્ષેત્રની બેંકોનું ઉત્તમ પ્રદર્શન, બજેટ થી હવે આ અપેક્ષા છે

શેરબજારમાં પરત આવી રોનકઃ વૈશ્વિક બજાર તરફથી સારા સંકેત મળતા શેરબજારમાં રોનક પરત આવી છે. 2 દિવસના ઘટાડા પછી આજે શેરબજાર ઉછાળા સાથે બંધ થવામાં સફળ રહ્યું હતું. આજે આઈટી, બેન્કિંગ, ઑટો, ફાર્મા શેર્સમાં ખરીદી જોવા મળી હતી. તો એફએમસીજી, પીએસઈ શેર્સમાં પણ તેજી જોવા મળી હતી. ત્યારે સૌથી વધારે દબાણમાં રિયલ્ટી, મેટલ, ઈન્ફ્રાના શેર્સ રહ્યા હતા. તો નિફ્ટી બેન્ક 314 પોઈન્ટ ઉછળીને 42,821 પર બંધ થયો હતો. જ્યારે મિડકેપ 174 પોઈન્ટના ઉછાળા સાથે 31,274ના સ્તર પર બંધ થયો છે. બીજી તરફ નિફ્ટીના 50માંથી 32 શેર્સમાં તેજી રહી હતી. તો સેન્સેક્સના 30માંથી 20 શેર્સમાં તેજી જોવા મળી હતી. ઉપરાંત નિફ્ટી બેન્કના 12માંથી 8માં ખરીદી જોવા મળી હતી. ઉપરાંત ડોલરની સરખામણીએ રૂપિયા 27 પૈસા ગગડીને 81.39ના સ્તર પર બંધ થયો છે.

ABOUT THE AUTHOR

...view details