ગુજરાત

gujarat

ETV Bharat / business

Share Market India: શેરબજાર માટે આજનો દિવસ રહ્યો 'મંગળ', સેન્સેક્સ 350 પોઈન્ટ ઉછળ્યો

સપ્તાહના બીજા દિવસે આજે (મંગળવારે) ફરી એક વાર શેરબજાર (Share Market India) ઉછાળા સાથે બંધ થયું છે. આજે બપોરે 3.30 વાગ્યે સેન્સેક્સ (Sensex) 350.16 પોઈન્ટ અને નિફ્ટી (Nifty) 103.30 પોઈન્ટના ઉછાળા સાથે બંધ થયો છે.

Share Market India: શેરબજાર માટે આજનો દિવસ રહ્યો 'મંગળ', સેન્સેક્સ 350 પોઈન્ટ ઉછળ્યો
Share Market India: શેરબજાર માટે આજનો દિવસ રહ્યો 'મંગળ', સેન્સેક્સ 350 પોઈન્ટ ઉછળ્યો

By

Published : Mar 29, 2022, 4:12 PM IST

અમદાવાદઃ સપ્તાહના બીજા દિવસે આજે (મંગળવારે) ભારતીય શેરબજારમાં (Share Market India) તેજી જોવા મળી હતી. તેના કારણે આજે ફરી એક વાર શેરબજાર (Share Market India) ઉછાળા સાથે બંધ થયું છે. આજે બપોરે 3.30 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex) 350.16 પોઈન્ટ (0.61 ટકા)ના ઉછાળા સાથે 57,944ના સ્તર પર બંધ થયો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifty) 103.30 પોઈન્ટ (0.60 ટકા) 17,325ના સ્તર પર બંધ થયો છે.

આ પણ વાંચો-Credit Card Benefits : વિદેશ પ્રવાસ દરમિયાન શ્રેષ્ઠ મિત્ર એટલે 'ક્રેડિટ કાર્ડટ'

સૌથી વધુ ઉંચકાયેલા અને ગગડેલા શેર્સ - આજે દિવસભર સૌથી વધુ ઉંચકાયેલા શેર્સ પર નજર કરીએ તો, આઈશર મોટર્સ (Eicher Motors) 4.22 ટકા, અદાણી પોર્ટ્સ (Adani Ports) 3.39 ટકા, ડિવાઈસ લેબ્સ (Divis Labs) 3.28 ટકા, જેએસડબ્લ્યૂ સ્ટિલ (JSW Steel) 3.26 ટકા, એચડીએફસી (HDFC) 3.05 ટકા ઉંચકાયા છે. જ્યારે સૌથી વધુ ગગડેલા શેર્સની વાત કરીએ તો, હીરો મોટોકોર્પ (Hero Motocorp) -7.04 ટકા, ઓએનજીસી (ONGC) -3.03 ટકા, કોલ ઇન્ડિયા (Coal India) - 2.75 ટકા, આઈઓસી (IOC) -1.38 ટકા, આઈટીસી (ITC) -0.95 ટકા ગગડ્યા છે.

આ પણ વાંચો-મોટાભાગના ગ્રાહકોએ કોરોનાને કારણે વાહન ખરીદીનો નિર્ણય રાખ્યો મોકૂફ : સર્વે

આ શેર્સ અપાવી શકશે 36 ટકાથી વધુ રિટર્ન-બ્રોકરેજ ફર્મ્સ અનુસાર, 6 લાર્જકેપ સ્ટોક આવનારા સમયમાં રોકાણકારોને 16થી 36 ટકા સુધીનું રિટર્ન અપાવી શકે છે. આ સ્ટોક્સમાં આઈસીઆઈસીઆઈ બેન્ક (ICICI Bank), ભારતીય સ્ટેટ બેન્ક (State Bank of India), હિન્દુસ્તાન યુનિલિવર (HUL), એશિયન પેઈન્ટ્સ (Asian Paints), રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ (RIL), ભારતી એરટેલ (Bharti Airtel)નો સમાવેશ થાય છે.

ABOUT THE AUTHOR

...view details