અમદાવાદઃ સપ્તાહના પહેલા દિવસે ભારતીય શેરબજાર (Share Market India) ઘટાડા સાથે બંધ થયું છે. આજે બપોરે 3.30 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex) 482.61 પોઈન્ટ (0.81 ટકા)ના ઘટાડા સાથે 58,964.57ના સ્તર પર બંધ થયો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifty) 109.40 પોઈન્ટ (0.62 ટકા) તૂટીને 17,674.95ના સ્તર પર બંધ થયો છે.
આજે બજારની સ્થિતિ -શેરબજારમાં આજે દિવસભર (Share Market India) રિયલ્ટી, એનર્જી, PSE શેર્સમાં ખરીદી રહી હતી. જ્યારે IT, PSU, Bk, FMCF શેર્સ પર દબાણ રહ્યું હતું. તો મિડકેપ ઈન્ડેક્સ 11 મહિનાના ઉપરી સ્તર પર બંધ થયો છે. આ સિવાય BSEનો મિડકેપ ઈન્ડેક્સ 0.41 ટકાના વધારા સાથે 25,407.15ના સ્તર પર બંધ થયો છે. જ્યારે સ્મોલકેપ ઈન્ડેક્સ 0.38 ટકાની મજબૂતી સાથે 29,880.07ના સ્તર પર બંધ થયો છે.
આ પણ વાંચો-દેશમાં માત્ર 19 વર્ષમાં 1300 કરોડથી પણ વધારે બેન્ક છેતરપિંડી, RTIમાં થયો ખુલાસો
સૌથી વધુ ઉંચકાયેલા અને ગગડેલા શેર્સ - આજે દિવસભર ગ્રેસિમ (Grasim) 2.74 ટકા, અદાણી પોર્ટ્સ (Adani Ports) 1.94 ટકા, સિપ્લા (Cipla) 1.58 ટકા, જેએસડબ્લ્યૂ સ્ટિલ (JSW Steel) 1.43 ટકા, એપોલો હોસ્પિટલ (Apollo Hospital) 1.30 ટકા ઉંચકાયા હતા. જ્યારે લાર્સન (Larsen) -2.77 ટકા, એચસીએલ ટેક (HCL Tech) -2.73 ટકા, ઈન્ફોસિસ (Infosys) -2.62 ટકા, વિપ્રો (Wipro) -2.09 ટકા, એશિયન પેઈન્ટ્સ (Asian Paints) -1.60 ટકા ગગડ્યા છે.
આ પણ વાંચો-ટેક્સ કલેક્શન વધીને 27.07 લાખ કરોડ રુપિયાના રેકોર્ડ પર પહોંચ્યો, ટેક્સ GDP રેશિયો 23 વર્ષની ટોચે
LICનો IPOએ એપ્રિલના મધ્ય કે અંતમાં આવે તેવી શક્યતા - દેશની સૌથી મોટી વીમા કંપની LICના ઈનિશિયલ પબ્લિક ઓફર (IPO)ને લાવવા (LIC IPO) માટે સરકારી અધિકારીઓએ પ્રધાનોના એક ઉચ્ચ સમૂહને મળ્યા હતા. તેમણે સમૂહને IPO (LIC IPO) એપ્રિલના મધ્ય કે અંતની તારીખોમાં લાવવા સૂચનો આપ્યા છે. પ્રધાનોના આ સમૂહના કેન્દ્રિય નાણા પ્રધાન નિર્મલા સીતારમણ, માર્ગ અને પરિવહન પ્રધાન નીતિન ગડકરી તેમ જ વાણિજ્ય અને ઉદ્યોગ પ્રધાન પીયૂષ ગોયલ સામેલ છે. પ્રધાનોનું આ સમૂહ ટૂંક જ સમયમાં નિર્ણય લઈ શકે છે અને અધિકારીઓને IPO લોન્ચ કરવાની તૈયારી શરૂ કરવાનો આદેશ આપી શકે છે. ડિપાર્ટમેન્ટ ઓફ ઈન્વેસ્ટમેન્ટ એન્ડ પબ્લિક એસેટ મેનેજમેન્ટ (DIPAM) અને સરકાર તરફથી નિયુક્ત ઈન્ટરમીડિયરીઝે શેર માર્કેટનું આકલન કર્યું અને નિષ્કર્ષ કાઢ્યું કે, વર્તમાન સ્થિતિ LICની (LIC IPO) લિસ્ટિંગ માટે ઉપયોગી છે.