ગુજરાત

gujarat

ETV Bharat / business

Share Market India: શેરબજારમાં ન જોવા મળ્યો ઉછાળો, રોકાણકારો રડ્યા

સપ્તાહના ચોથા દિવસે આજે ભારતીય શેરબજાર (Share Market India) ઘટાડા સાથે બંધ થયું છે. આજે બપોરે 3.30 વાગ્યે સેન્સેક્સ (Sensex) 8.03 પોઈન્ટ અને નિફ્ટી (Nifty) 18.85 પોઈન્ટના ઘટાડા સાથે બંધ થયો છે.

Share Market India: શેરબજારમાં ન જોવા મળ્યો ઉછાળો, રોકાણકારો રડ્યા
Share Market India: શેરબજારમાં ન જોવા મળ્યો ઉછાળો, રોકાણકારો રડ્યા

By

Published : Jun 30, 2022, 3:39 PM IST

Updated : Jun 30, 2022, 3:47 PM IST

અમદાવાદઃ સપ્તાહના ચોથા દિવસે આજે ભારતીય શેરબજાર (Share Market India) ઘટાડા સાથે બંધ થયું છે. જોકે, ભારતીય શેરબજારની (Share Market India) શરૂઆત સામાન્ય ઉછાળા સાથે થઈ હતી. તેમ છતાં આજે આખો દિવસ શેરબજારમાં કોઈ ફેરફાર જોવા મળ્યો નહતો. આજે બપોરે 3.30 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex) 8.03 પોઈન્ટ (0.02 ટકા)ના ઘટાડા સાથે 53,018.94ના સ્તર પર બંધ થયો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifty) 18.85 પોઈન્ટ (0.12 ટકા)ના ઘટાડા સાથે 15,780.25ના સ્તર પર બંધ થયો છે.

શેરબજારની આજની સ્થિતિ

આ પણ વાંચો-GST Council Meet: જાણો, શું સસ્તું થયું અને શું મોંઘું થયું

સૌથી વધુ ઉંચકાયેલા શેર્સ -એક્સિસ બેન્ક (Axis Bank) 1.49 ટકા, એસબીઆઈ (SBI) 1.42 ટકા, બ્રિટેનિયા (Britannia) 1.08 ટકા, ડિવાઈસ લેબ્સ (Divis Labs) 1.30 ટકા, એચડીએફસી લાઈફ (HDFC Life) 1.06 ટકા.

આ પણ વાંચો-વધતી જતી મોંઘવારી વચ્ચે સ્માર્ટ રીતે રોકાણ કેવી રીતે કરવું?

સૌથી વધુ ગગડેલા શેર્સ -બજાજ ઑટો (Bajaj Auto) -4.13 ટકા, સિપ્લા (Cipla) -3.34 ટકા, આઈશર મોટર્સ (Eicher Motors) -3.35 ટકા, બીપીસીએલ (BPCL) -2.77 ટકા, જેએસડબ્લ્યૂ સ્ટિલ (JSW Steel) -2.58 ટકા.

Last Updated : Jun 30, 2022, 3:47 PM IST

ABOUT THE AUTHOR

...view details