અમદાવાદઃ સપ્તાહના ત્રીજા દિવસે આજે (બુધવારે) ભારતીય શેરબજાર (Share Market India) ઉછાળા સાથે બંધ થયું છે. આજે બપોરે 3.30 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex) 629.91 પોઈન્ટ (1.15 ટકા)ના ઉછાળા સાથે બંધ થયો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifty) 180.80 પોઈન્ટ (1.16 ટકા)ની મજબૂતી સાથે 16,529.35ના સ્તર પર બંધ થયો છે. આ સાથે જ આજે શેરબજારનું (Share Market India) ઓપનિંગ અને ક્લોઝિંગ બંને મજબૂત રહ્યું હતું.
આ પણ વાંચો-US ડોલર સામે રૂપિયો 79.97 પર સ્થિર, 15 પૈસા ઘટતા વિદેશીભંડોળને થઈ આવી અસર