નવી દિલ્હીઃરિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના CEO મુકેશ અંબાણી આજે તેમનો 66મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. તેમનો જન્મ તારીખ 19 એપ્રિલ 1957ના રોજ ભારતની બહાર યમન દેશમાં થયો હતો. વર્ષ 1981માં તેમના પિતા પાસેથી મળેલા વારસાને તેમની મહેનત અને સમર્પણથી આગળ ધપાવતા તેમણે રિલાયન્સ ગ્રુપને નવી ઊંચાઈઓ પર લઈ ગયા. આજે RILનું માર્કેટ કેપ 15 લાખ રૂપિયાથી વધુ છે. કંપની વિશ્વની 50 શ્રેષ્ઠ કંપનીઓમાં સામેલ છે. આવો જાણીએ તેમની બિઝનેસ જર્ની અને નેટવર્થ વિશે.
આ પણ વાંચો:Milk Production : ભારત વિશ્વનો સૌથી મોટો દૂધ ઉત્પાદક દેશ, પરંતુ ડેરી ઉત્પાદનોની વૈશ્વિક નિકાસમાં તેની ભાગીદારી ઓછી
મુકેશ અંબાણીની કરિયરની શરૂઆતઃમુકેશ અંબાણીએ વર્ષ 1981માં બિઝનેસમાં પોતાની કરિયરની શરૂઆત કરી હતી. તેમણે તેમના પિતા ધીરુભાઈ અંબાણીને તેમના પારિવારિક વ્યવસાય, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ ચલાવવામાં મદદ કરવાનું શરૂ કર્યું હતું. મુકેશ અંબાણીએ બોમ્બે યુનિવર્સિટીમાં કેમિકલ એન્જિનિયરિંગમાં ગ્રેજ્યુએશનનો અભ્યાસ પુર્ણ કર્યો હતો. મુકેશ અંબાણી સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં અભ્યાસ માટે ગયા હતા. પરંતુ તેણે અભ્યાસ અધવચ્ચે જ છોડી દીધો અને તેના પિતાના વ્યવસાયમાં મદદ કરવાનું શરૂ કર્યું હતું.
અધવચ્ચે અભ્યાસ છોડીને બિઝનેસમાં જોડાયાઃ વર્ષ 1985માં કંપનીનું નામ રિલાયન્સ ટેક્સટાઈલ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડથી બદલીને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ કરવામાં આવ્યું. ત્યાર બાદ મુકેશ અંબણી સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં અભ્યાસ કરવા ગયા પરંતુ તેમણે અભ્યાસ અધવચ્ચે જ છોડી દીધો હતો. ત્યાર બાદ પિતાના વ્યવસાયમાં મદદ કરવાનું શરૂ કર્યું. મુકેશ અંબાણીએ પોતાના પિતા સાથે ખભે ખભા મિલાવીને કંપનીને ઉંચાઈઓ પર પહોંચાડી. આજે RIL સમગ્ર ભારતમાં પેટ્રોકેમિકલ, ટેક્સટાઈલ, એનર્જી, ટેલિકોમ અને ટેલિકોમ્યુનિકેશન જેવા ઘણા ક્ષેત્રોમાં બિઝનેસ કરી રહી છે.
આ પણ વાંચો:Gold Price Today: વિલંબ વિના કરો ખરીદી, અક્ષય તૃતીયા પહેલા સસ્તા થયા સોનું અને ચાંદી
19 લાખ કરોડ એમકેપ સાથે દેશની પ્રથમ કંપનીઃતારીખ 6 જુલાઈ 2002ના રોજ ધીરુભાઈ અંબાણીના અવસાન પછી મુકેશ અંબાણીએ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીનો હવાલો સંભાળ્યો હતો. તે સમયે કંપનીની માર્કેટ મૂડી માત્ર 75,000 કરોડ રૂપિયા હતી. મુકેશ અંબાણીએ પોતાની મહેનત અને ક્ષમતાથી RILને દેશની સૌથી મોટી કંપની બનાવી. ગત વર્ષ 2022માં 19 લાખ કરોડની દેશની પ્રથમ એમકેપ કંપનીએ પોતાના નામે રેકોર્ડ બનાવ્યો હતો. જો કે, આ વર્ષે કંપનીનો એમકેપ ગત વર્ષ કરતા ઓછો છે. આ વર્ષે RILનું માર્કેટ કેપ રૂપિયા 15 લાખ કરોડથી વધુ છે.
એશિયાના સૌથી ધનિક વ્યક્તિ:ફોર્બ્સ બિલિયોનર લિસ્ટ 2023 મુજબ મુકેશ અંબાણી એશિયાના સૌથી ધનિક વ્યક્તિ છે. આ રિપોર્ટ અનુસાર મુકેશ અંબાણી 84.1 બિલિયન ડોલરની નેટ વર્થ સાથે વિશ્વના ટોચના અબજોપતિઓની યાદીમાં 13મા સ્થાને છે.