બેઇજિંગઃ નોકરીની શોધમાં રહેલા લોકો માટે સારા સમાચાર છે. ચાઇનીઝ ટેક સમૂહ અલીબાબા ગ્રૂપે શુક્રવારે સામૂહિક છટણીની અટકળોને ફગાવી દીધી હતી અને કહ્યું હતું કે તે આ વર્ષે 15,000 નવા કર્મચારીઓની ભરતી કરશે. અગાઉના અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો હતો કે અલીબાબા ક્લાઉડ તેના IPOની તૈયારી દરમિયાન નબળી આર્થિક સ્થિતિને કારણે 7 ટકા કર્મચારીઓની છટણી કરી રહ્યું છે.
સાઉથ ચાઇના મોર્નિંગ પોસ્ટ અનુસાર:અલીબાબાના 6 એકમો આ વર્ષે 15,000 નવી નિમણૂકો કરવાની યોજના ધરાવે છે, જેમાં 3,000 નવા સ્નાતકોનો સમાવેશ થાય છે. ચીનના ટ્વિટર વેઇબોમ પર કંપનીના સત્તાવાર એકાઉન્ટ પર એક પોસ્ટ જણાવે છે કે, કંપનીની ભરતી સાઇટ દરરોજ હજારો નવી પોસ્ટ ઓફર કરી રહી છે. કંપનીએ પોસ્ટમાં કહ્યું છે કે, અમે દર વર્ષે કંપનીમાં નવા લોકો જોડાતા અને જૂના કર્મચારીઓને છોડીને જતા જોતા હોઈએ છીએ. નવા સંજોગો, નવી તકો અને નવા વિકાસનો સામનો કરીને, અમે ક્યારેય આપણી જાતને અપગ્રેડ કરવાનું બંધ કર્યું નથી, કે અમે ઉત્તમ પ્રતિભાઓની ભરતી કરવાનું બંધ કર્યું નથી.