BSEના 30 શેર્સ પર ઈધારિત સેનસેક્સ સવારે 116.7 અંકોના વધારા સાથે 38,988.57 પર જ્યારે NSEના 50 શેર્સ આધારિત નિફ્ટી 42.4 અંકોની મજબુતી સાથે 11,711.55 પર ખુલ્યું હતું.
શેરબજારમાં તેજી યથાવત, સેનસેક્સ 38,500ને પાર
મુંબઇ: દેશના શેરબજારમાં શરુઆતી કારોબારમાં આજે પણ ઉછાળો જોવા મળ્યો હતો. પ્રમુખ સૂચઆંક સેનસેક્સ સવારે 9.46 વાગ્યે 70.30 અંકના વધારા સાથે 38,942.17 પર જ્યારે નિફ્ટી લગભગ આ જ સમયે 9.85 અંકની મામુલી તેજી સાથે 11,679 પર કારોબાર કરતા જોવા મળ્યા હતા.
ફાઇલ ફોટો
2019ના નાણાંકીય વર્ષની શરૂઆતમાં શેરબજારના સપ્તાહના પ્રથમ દિવસે તીવ્ર વધારો જોવા મળ્યો હતો. જેમાં શેરબજારમાં નવી ટોચ જોવા મળી હતી જે વધારો આજે પણ યથાવત રહ્યો હતો.