ગુજરાત

gujarat

ETV Bharat / business

સેન્સેક્સમાં 300 પોઇન્ટનો ઉછાળો, નિફ્ટી 9400 પર

32,431.20ની સપાટીને ફટકાર્યા બાદ સેન્સેક્સ 285.83 પોઇન્ટ એટલે કે 0.89 ટકા વધીને 32,400.35 પર કારોબાર કરી રહ્યો છે. એ જ રીતે નિફ્ટી 78.95 પોઇન્ટ એટલે કે, 0.84 ટકા વધીને 9,459.85 પર કારોબાર કરી રહ્યો છે.

Etv Bharat, Gujarati News, Sensex, Nifty, BSE, NSE, Market Open
Sensex jumps over 300 points in early trade; Nifty reclaims 9,400

By

Published : Apr 29, 2020, 10:35 AM IST

મુંબઇઃ કારોબારી સત્રના ત્રીજા દિવસે સકારાત્મક સંકેત સાથે માર્કેટ ખૂલ્યું હતું. HDFC અને હેવીવેઇટ્સ બંને સાથે ખરીદી અને એશિયન પીઅર્સ તરફથી પણ સકારાત્મક સંકેત મળ્યા હતા. આ સાથે જ સેન્સેક્સમાં 300 પોઇન્ટનો ઉછાળો જોવા મળ્યો હતો.

32,431.20ની સપાટીને ફટકાર્યા બાદ સેન્સેક્સ 285.83 પોઇન્ટ એટલે કે 0.89 ટકા વધીને 32,400.35 પર કારોબાર કરી રહ્યો છે.

જ્યારે નિફ્ટી 78.95 પોઇન્ટ એટલે કે, 0.84 ટકા વધીને 9,459.85 પર કારોબાર કરી રહ્યો છે.

ટોચના લાભકર્તા અને ગુમાવનારી કંપનીઓ

સેન્સેક્સ પેકમાં HDFC ટૉપ ગેઇનર રહ્યો હતો. જે બાદ બજાજ ફાઇનાન્સ, HDFC બેન્ક, ટેક મહિન્દ્રા, M&M, રિલાયન્સ ઇન્ડસ્ટ્રી અને NTPCનો સમાવેશ થાય છે.

આ ઉપરાંત ઇન્ડસઇન્ડ બેન્ક, એક્સિસ બેન્ક, ટાઇટન, HUL, એશિયન પેઇન્ટસ અને ઇન્ફોસીસ પાછળ રહ્યા હતા.

અગાઉના સત્રમાં BSEનો પ્રમુખ સેન્સેક્સ 371.44 પોઇન્ટ એટલે કે, 1.17 ટકા વધીને 32,114.52 પર સ્થિર થયો હતો.

જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 98.06 અંક એટલે કે, 1.06 ટકા વધીને 9,389.90 પર બંધ થયો હતો.

ABOUT THE AUTHOR

...view details