બોમ્બે સ્ટૉક એક્સચેન્જના 30 શેર પર આધારિત સેનસેક્સ સવારે 82.35 અંકના વધારા સાથે 39,765.64 પર જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જના 50 શેર પર આધારિત નિફ્ટી 33.6 અંકોના વધારા સાથે 11,958.35 પર ખુલ્યું.
સેનસેક્સ 75 અંક વધ્યો, રૂપિયો 15 પૈસા તૂટ્યો
મુંબઈ: દેશના શેરબજારના શરૂઆતી કારોબારમાં મંગળવારે મજબુતી જોવા મળી હતી. પ્રમુખ સૂચકાંક સેનસેક્સ સવારે 9.34 વાગ્યે 75.83 અંકની મજબુતી સાથે 39,759.12 પર જ્યારે નિફ્ટી લગભગ આ જ સમયે 10.95 અંકના મામુલી વધારા સાથે 11,935.70 પર કારોબાર કરતા જોવા મળ્યા હતા.
sensex
ભારતીય રૂપિયાની શરૂઆત નબળાઈ સાથે થઈ હતી. ડૉલરના મુકાબલે ભારતીય રૂપિયો 15 પૈસા તૂટીને 69.65 પર ખુલ્યો હતો. જ્યારે સોમવારના કારોબારી સત્રના દિવસે ભારતીય રૂપિયો 3 પૈસા વધીને 69.50 ના સ્તર પર બંધ થયો હતો.