મુંબઇઃ ગુરુવારે બજારમાં જોરદાર વધારો જોવા મળ્યો હતો. સેન્સેક્સ 800 અંકની તેજી સાથે 30,571.32 પર અને નિફ્ટી 224 પોઇન્ટ્સના વધારા સાથે 8973.21 પર ખુલ્યા છે.
આ પહેલા બુધવારે બજાર ઘટાડા સાથે બંધ થયા હતા. BSEના 30 શેરવાળા સેન્સેક્સ દિવસના ઉચ્ચસ્તર નજીક 1300 અંક નીચે આવ્યા હતા. અંતમાં સેન્સેક્સ 173.25 અંક એટલે કે, 0.58 ટકા નુકસાન સાથે 29,893.96 પર બંધ થયા હતા.