ગુજરાત

gujarat

ETV Bharat / business

શરુઆતી કારોબારમાં 250 અંક ગગડ્યો સેનસેક્સ

મુંબઇ: મંગળવારે સતત ત્રીજા દિવસે સ્થાનિક શેરબજારમાં સતત ઘટાડો જોવા મળ્યો છે. પ્રારંભિક ટ્રેડિંગ દરમિયાન, સેન્સેક્સ 250 પોઇન્ટથી વધુ ગગડ્યો હતો અને નિફ્ટી પણ 80 પોઇન્ટથી નીચે ગગડીને 11,500 ની સપાટીની નીચે પહોંચી ગયું હતું.

file photo

By

Published : Jul 9, 2019, 10:55 AM IST

બોમ્બે સ્ટોક એક્સચેન્જના 30 શેર પર આધારિત સેન્સેક્સ ઇન્ડેક્સ સવારે 9.31 વાગ્યે ગયા સત્ર કરતા 141.41 પોઇન્ટ અથવા 0.37 ટકા ઘટીને 38,579.16 પર ટ્રેડ કરી રહ્યો હતો. આ પહેલા સેન્સેક્સ 250 પોઇન્ટથી વધુ ઘટીને 38,466.74 પર આવી ગયો હતો. જોકે, સત્રની શરૂઆતમાં, સેન્સેક્સ અગાઉના સત્રની તુલનામાં 38,754.47 પર ખૂલ્યો હતો.

નેશનલ સ્ટૉક એક્સચેન્જના 50 શેર પર આધારિત નિફ્ટી 45.45 પોઇન્ટ એેટલેકે 0.39 ટકાના ભારે ઘટાડા સાથે 11,513.15 પર કારોબાર કરી રહ્યું હતું. આ પહેલા નિફ્ટી ગયા સત્રના ક્લોઝિંગથી નીચે 11,531.60 પર ખુસ્યું અને 11,533.90 સુધીની ઉપરની સપાટી સુધી પહોંચ્યું, પરંતુ તરત જ વેચવાલીના કારણે 80 પોઇન્ટ ઘટીને 11,477.65 પર આવી ગયું.

બજારના વિશ્લેષકોના જણાવ્યા પ્રમાણે વિદેશી બજારોના નબળા સિગ્નલો અને છેલ્લા અઠવાડિયામાં 2019-20ના બજેટમાં શેરોના બાયબેક પર ટેક્સના નિયમ પછી સ્થાનિક શેરબજારમાં નરમાશ જોવા મળી રહી છે.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details