નવી દિલ્હી: તેલ કંપનીઓ દ્વારા આજ પેટ્રોલના ભાવમાં કેટલાક પૈસાનો વધારો કરાયો છે. દિલ્હી, મુંબઇ, ચેન્નાઇ અને કોલકાતામાં ડીઝલના ભાવમાં કોઇ ફેરફાર કરવામાં આવ્યો નથી. જો કે, 30 જુલાઇ દિલ્હી સરકારે 8.36 રુપિયાનો ડીઝલમાં ઘટાડો કર્યો હતો. જેનાથી બજાર ભાવ 73.56 રુપિયા પ્રતિ લીટર થઇ ગયા હતાં.
દેશની રાજધાનીમાં મંગળવારે સતત ત્રીજા દિવસે પેટ્રોલના ભાવમાં 17 પૈસાના વધારા સાથે ભાવ 80.90 રૂપિયા પ્રતિ લીટર થયા છે. 29 જૂનથી 47 દિવસ યથાવત રહેલા ભાવે વિરામ તોડીને રવિવારે પેટ્રોલના ભાવમાં 14 પૈસા પ્રતિ લીટરનો વધારો નોંધાયો છે.