નવી દિલ્હીઃ પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં બુધવારે સતત અગિયારમા દિવસે પણ તેજી જોવા મળી હતી. રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં બુધવારે એક લીટર પેટ્રોલ 55 પૈસાના વધારા સાથે 77.28 રુપિયામાં મળી રહ્યું છે, તો ડીઝલ 60 પૈસાની તેજી સાથે 75.79 રુપિયા પ્રતિ લીટરે મળી રહ્યું છે.
આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા ઇંધણની કિંમતોમાં નરમાશ હોવા છતાં ઘરેલુ બજારમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં વધારો યથાવત છે. આજે (બુધવારે) ફરી એકવાર બંને ઇંધણોની કિંમતમાં વધારો થયો છે. છેલ્લા 11 દિવસોમાં પેટ્રોલ જ્યાં 6 રુપિયા પ્રતિ લીટર મોંઘુ થયું છે, તો ડીઝલની કિંમતમાં પણ 6.40 રુપિયાનો પ્રતિ લીટર વધારો થયો છે.
પેટ્રોલની કિંમતો પ્રતિ લીટર
- દિલ્હીઃ 77.28 રુપિયા
- મુંબઇઃ 84.15 રુપિયા
- કોલકાતાઃ 79.08 રુપિયા
- ચૈન્નઇઃ 80.86 રુપિયા
ડીઝલની કિંમતો પ્રતિ લીટર
- દિલ્હીઃ 75.79 રુપિયા
- મુંબઇઃ 74.32 રુપિયા
- કોલકાતાઃ 71.38 રુપિયા
- ચૈન્નઇઃ 73.69 રુપિયા
SMS કરીને જાણો તમારા શહેરમાં પેટ્રોલ-ડીઝલના ભાવ