ડુંગળીનો ભાવ એક મહિનામાં બીજી વખત આસમાને પહોંચ્યો છે. બજારમાં ડુંગળીની આવક ઓછી હોવાને કારણે ભાવમાં વધારો થયો છે. લોકોને વધતા ભાવનો સામનો કરવો પડી રહ્યો છે. સપ્ટેમ્બરમાં ડુંગળીના ભાવમાં પણ આ જ રીતે વધારો થયો હતો. ત્યારબાદ બાદ પ્રજાને રાહત આપવા વહીવટી તંત્રએ કાઉન્ટરો ખોલવા પડ્યા હતા. હવે નવેમ્બર મહિનામાં પરિસ્થિતિ પહેલા જેવી જ થઇ હોય તેવું જોવા મળી રહ્યું છે.
કસ્તુરીએ રોવડાવ્યા, 80 રૂપિયા કિલો વેંચાઇ રહી છે ડુંગળી
નવી દિલ્હી: ડુંગળીના ભાવ ફરી આસમાને પહોંચ્યા છે. દેશભરમાં ડુંગરીના ભાવ આસમાનને આંબી રહ્યા છે, ત્યારે દેશની રાજધાનીમાં ડુંગરી 80 રૂપિયે પ્રતિ કીલો વેંચાઇ રહી છે. દેરક નાના મોટા શહેરોમાં ડુંગરી બધાને રડાવી રહી છે. જે ડુંગરીનો ભાવ થોડા સમય પહેલા માત્ર 15 રૂપિયા પ્રતિ કિલો હતો તે જ ડુંગરી 70 થી 80 રૂપિયાના ભાવે બજારોમાં મળી રહી છે.
file photo
હાલમાં દેશભરના રિટેલ બજારોમાં ડુંગળી રૂપિયા 70 થી 80 કિલોની વચ્ચે વેચાઇ રહી છે અને ટૂંક સમયમાં 100 રૂપિયા સુધી પહોંચવાની સંભાવના છે.