સીડીએસસીઓ દ્વારા કેડિલા ફાર્મા, ઈપ્કા લેબ સહિત 50 બ્રાન્ડ પર આવી ચેતવણી લાગુ કરાઈ છે. જેમાં કેડિલા ફાર્માની દવા સ્ટોપવોમ અને ઈપ્કા લેબની દવા એટોરમેક્સ-20 સામેલ છે. ગરબડવાળી બેચ બજારમાંથી તુરત જ હટાવી લેવા આદેશ કર્યો છે.
ઈપ્કા, કેડિલા ફાર્મા સહિત 50 દવા બ્રાન્ડ્સ પર એલર્ટ જાહેર
નવી દિલ્હીઃ કેન્દ્રીય ડ્રગ કન્ટ્રોલર સીડીએસસીઓ એટલે કે સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટેન્ડર્ડ કન્ટ્રોલર ઓર્ગેનાઈઝેશને કેડિલા ફાર્મા અને ઈપ્કા લેબ સહિત કેટલીક નામી ફાર્મા કંપનીઓની મોટી બ્રાન્ડને લઈને એલર્ટ જાહેર કર્યું છે. હ્રદય રોગ અને પેટની તકલીફ જેવી બિમારીની દવાઓના કેટલીક બેચના પ્રયોગમાં તે સુરક્ષિત હોવાનું જણાયું નથી.
દવા બ્રાન્ડ્સ પર એલર્ટ જાહેર
સીડીએસસીઓ ફેકટરી પર જઈને દવાઓની કવૉલીટીની તપાસ કરી શકે છે. સુત્રોના કહેવા પ્રમાણે જવાબ સંતોષકારક નહી મળે તો પ્રોસીક્યૂશનની કાર્યવાહી થઈ શકે છે. અત્રે નોંધનીય છે કે સીડીએસસીઓ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયની તરફથી દવાઓની ગુણવત્તા જુએ છે. તે ઉપરાંત તમામ રાજ્યો પાસે પોતાના અલગ ડ્રગ કન્ટ્રોલ વિભાગ મોજુદ છે.