નવી દિલ્હી: દેશની સૌથી મોટી કાર ઉત્પાદક મારુતિ સુઝુકીએ ગુરુવારે કહ્યું કે, તેણે કોરોના વાઇરસ રોગચાળા વચ્ચે માસ્ક, ગ્લોવ્સ, ફેસ કવરિંગ ઇક્વિપમેન્ટ (ફેસ શિલ્ડ) અને અન્ય ઉત્પાદનો બનાવ્યા છે.
કોવિડ-19 મહામારીમાં મારુતિએ ગ્રાહકો માટે માસ્ક અને ગ્લોવ્સ ઉત્પાદિત કર્યા
કંપનીના 'આરોગ્ય અને સ્વચ્છતા'ને લગતા આ ઉત્પાદનો કાર અને વ્યક્તિગત સલામતી માટે છે. તેની કિંમત 10 રૂપિયાથી લઈને 650 રૂપિયા સુધીની છે.
કોવિડ -19 મહામારીમાં મારુતિ ગ્રાહકો માટે માસ્ક, ગ્લોવ્સ ઉત્પાદ કર્યા
કંપનીના 'આરોગ્ય અને સ્વચ્છતા' ને લગતા આ ઉત્પાદનો કાર અને વ્યક્તિગત સલામતી માટે છે. તેની કિંમત 10 રૂપિયાથી લઈને 650 રૂપિયા સુધીની છે. પ્રોડક્ટ્સમાં ફેસ માસ્ક, શૂ કવર, ગ્લોવ્સ અને 'ફેસ કવચ' સામેલ છે.
ગ્રાહકો નજીકના મારુતિના શો રૂમમાં અથવા વેબસાઇટ પરથી ઓનલાઇન લઈને આ નવા ઉત્પાદનો વિશેની માહિતી મેળવી શકે છે. કંપનીએ જણાવ્યું હતું કે, તે ગ્રાહકોમાં વિશ્વાસ મજબૂત કરવા માટે તેની 'આરોગ્ય અને સ્વચ્છતા' વર્ગમાં વધુ ઉત્પાદનો રજૂ કરશે.