ગુજરાત

gujarat

ETV Bharat / business

મારૂતિએ સતત 9 મહિને પણ ઉત્પાદનમાં કાપ મુક્યો

મુંબઈઃ દેશમાં પેસેન્જર વાહનોની માગ ન હોવાથી સૌથી મોટી કાર બનાવતી કંપની, મારૂતિ મારૂતી સુઝુકીએ 9માં મહિને પણ ઉત્પાદનમાં કાપ મુક્યો હતો. સપ્ટેમ્બર 2019માં 1,19,337 વાહનોનું ઉત્પાદન કર્યું હતું, જ્યારે સપ્ટેમ્બર 2018માં 1,50,497 વાહનો બનાવ્યા હતા.

maruti cut production for 9th consecutive month

By

Published : Nov 10, 2019, 9:21 AM IST

કંપનીએ શુક્રવારે નિયમનકારી ફાઈલિંગમાં જણાવ્યું હતું કે, નાના વાહનોના ઉત્પાદનમાં પાછલા વર્ષ કરતા ઘટાડો થયો છે. ગત વર્ષે આ સમયગાળા દરમિયાન 34,295થી ઘટીને 20,985 થયો હતો. જેમાં અલ્ટો, S-પ્રેસો અને જુની વેગનારનો સમાવેશ થાય છે.

ઑક્ટોબર 2019માં 117,838 પેસેન્જર વાહનનું ઉત્પાદન કર્યું હતું, જ્યારે ઑક્ટોબર 2018માં 148,318 વાહનોનું ઉત્પાદન કર્યું હતું. મારૂતી વાનનું ઑક્ટોબર 2018માં ઉત્પાદન 13,817 હતું જે ધટીને ઑક્ટોબર 2019માં 7,661 થયું હતું.

કૉમ્પેક્ટ સેગમેંટનું ઉત્પાદન એક હજાર ઘટ્યું

મારૂતિએ સતત 9 મહિને પણ ઉત્પાદનમાં કાપ મુક્યો

કૉમ્પેક્ટ સેગમેંટમાં નવી વેગનાર, સેલેરિયો, આઈજિનિસ, સ્વિફ્ટ, બલેનો, OEM મૉડેલ, ડિઝાયર સામેલ છે. આ કેટેગરીના વાહનનું ઑક્ટોબર 2018માં ઉત્પાદન 74,167 હતું જે ઘટીને ઑક્ટોબર 2019માં 64,079 થયું હતું.

ફક્ત જિપ્સી, વિટારા બ્રેજા, એર્ટિગા, એક્સએલ-6, એસ-ક્રોસ જેવા રેગ્યુલર મૉડલના ઉત્પાદનમાં સામાન્ય વધારો થયો છે. ગત વર્ષે ઑક્ટોબરમાં 22,526 હતું, જે સામાન્ય વધીને 22,736 થયું હતું.

ABOUT THE AUTHOR

...view details