ગુજરાત

gujarat

ETV Bharat / business

સરકાર આગામી નાણાકીય વર્ષના પ્રથમ છ મહિનામાં બજારમાંથી 4.88 લાખ કરોડ એકત્ર કરશે

નાણાં પ્રધાન નિર્મલા સીતારામને 2020-21ના બજેટમાં બજારમાંથી 7.8 લાખ કરોડ રૂપિયાની કુલ ઉધાર લેવાનો અંદાજ લગાવ્યો છે. વર્તમાન નાણાકીય વર્ષમાં રૂ. 7.1 લાખ કરોડ થવાનો અંદાજ છે.

buiness
buiness

By

Published : Mar 31, 2020, 11:41 PM IST

નવી દિલ્હી: આગામી એપ્રિલથી સપ્ટેમ્બર દરમિયાન નાણાકીય વર્ષ દરમિયાન તે બજારમાંથી 4.88 લાખ કરોડ રૂપિયા એકત્ર કરશે. કોરોના વાયરસની અસર સામે લડવાના પ્રયત્નો વચ્ચે સરકાર સંસાધન ભેગા કરવામાં મથી રહી છે. આર્થિક બાબતોના સચિવ અતાનુ ચક્રવર્તીએ મંગળવારે એક બેઠકમાં આ નિર્ણય અંગે માહિતી આપી છે.

નાણાં પ્રધાન નિર્મલા સીતારામણે 2020-21ના બજેટમાં બજારમાંથી 7.8 લાખ કરોડ રૂપિયાની કુલ ઉધાર લેવાનો અંદાજ લગાવ્યો છે. વર્તમાન નાણાકીય વર્ષમાં રૂ. 7.1 લાખ કરોડ થવાનો અંદાજ છે.

નાણાપ્રધાને 2020-21 માટેનું સામાન્ય બજેટ રજૂ કરતાં કહ્યું કે 2019-20 દરમિયાન ચોખ્ખી બજારમાં 4.99 લાખ કરોડ રૂપિયા થવાનો અંદાજ છે જ્યારે નવા નાણાકીય વર્ષ 2020-21માં તે 5..36 લાખ કરોડ રૂપિયા હોવાનો અંદાજ છે.

ABOUT THE AUTHOR

...view details