ગુજરાત

gujarat

ETV Bharat / business

ગૂગલ પેના યુઝર્સ હવે નાણાકીય વ્યવહાર માટે મર્યાદા નક્કી કરી શકશે - પીટીઆઈ

આગામી સપ્તાહથી ગૂગલ પેમાં એક અપડેટ આવવાનું છે. આ માહિતી ગૂગલ પે દ્વારા આપવામાં આવી હતી. ગૂગલ પેના યુઝર્સ હવે એ નક્કી કરી શકશે કે તેમના નાણાકીય વ્યવહારો પર તેમને કેટલી મર્યાદા મૂકવી છે.

ગૂગલ પેના યુઝર્સ હવે નાણાકીય વ્યવહાર માટે મર્યાદા નક્કી કરી શકશે
ગૂગલ પેના યુઝર્સ હવે નાણાકીય વ્યવહાર માટે મર્યાદા નક્કી કરી શકશે

By

Published : Mar 12, 2021, 3:54 PM IST

  • ગૂગલ પેના યૂઝર્સ જાતે નક્કી કરી શકશે મર્યાદા
  • ગૂગલ પે અપડેટ કરતા પૂછવામાં આવશે પ્રાઈવસીનો પ્રશ્ન
  • ગૂગલ પેના વાઈસ પ્રેસિડેન્ટે આ અંગે આપી સમગ્ર માહિતી

આ પણ વાંચોઃવડાપ્રધાન સામે આપત્તિજનક ટિપ્પણી કરવા મામલે ગૂગલના CEO સુંદર પીચાઈ સામે કેસ દાખલ

નવી દિલ્હીઃ ટેક્નોલોજી કંપની ગૂગલે ગુુરુવારે જણાવ્યું હતું કે, ગૂગલ પેના યૂઝર્સોને તેમના ડેટા પર વધુ મર્યાદા આપવામાં આવશે. કંપનીએ જણાવ્યું કે, આ માટે તેઓ પ્રાઈવસીના વધુ ફિચર્સ આપવા જઈ રહ્યા છે, જેના કારણે લેવડદેવડના ડેટા પર યૂઝર્સને વધુ મર્યાદાની સુવિધા મળશે.

આ પણ વાંચોઃભારતમાં લઘુ ઉદ્યોગોને મદદ કરવા ગુગલ રૂ.109 કરોડનું રોકાણ કરશે

પ્રાઈવસી એ અમારી પ્રાથમિકતા છેઃ ગૂગલ પે

કંપનીએ જણાવ્યું હતું કે, આ અંતર્ગત ગૂગલ પે એપમાં આગામી સપ્તાહથી એક અપડેટ જાહેર કરવામાં આવી રહ્યું છે. યૂઝર્સ હવે વ્યવહાર પર કેટલો અંકુશ રાખવો તે નક્કી કરી શકશે. ગૂગલ પે એપને અપડેટ કરતા જ દરેક યૂઝર્સને પૂછવામાં આવશે કે, તેઓ નિયંત્રણ ઓન રાખવા માગે છે કે ઓફ. ગૂગલ પેના વાઈસ પ્રેસિડેન્ટ અંબરિશ કેંધેએ જણાવ્યું હતું કે, પ્રાઈવસી એ અમારી પ્રાથમિકતા છે. જો ગૂગલ પે પર કંઈ પણ કરે છે તો તે ગૂગલ પે પર જ રહે છે. તેમણે ગૂગલ પે પર મોબાઈલ રિચાર્જ કરવાનું ઉદાહરણ આપ્યું છે.

ABOUT THE AUTHOR

...view details