તો આ તરફ MCX પર ચાંદીમાં પણ છેલ્લા એક અઠવાડિયાથી તેજી યથાવત છે. MCX પર ચાંદીનો ભાવ 15 જુન 2018 પછી સૌથી ઉંચા સ્તર પર છે, જ્યારે ચાંદીનો ભાવ 41,698 પ્રતિ કિલો સુધી પહોંચી ગયો હતો.
સ્થાનિક બજારમાં ફરી સોનું પહોંચ્યું નવી ઉંચાઇ પર, ચાંદી પણ 1 વર્ષના ઉપરના સ્તરે - silver
મુંબઇ: વિદેશી બજારોના મજબુત સંકેતોથી શુક્રવારે ઘરેલું બજારમાં સોનાના ભાવ ફરી નવી ઉંચાઇએ પહોંચ્યા છે. આ તરફ ચાંદીના ભાવ પણ છેલ્લા એક વર્ષના સૌથી ઉપરના સ્તરે પહોંચ્યા છે. MCX પર સોનાનો ભાવ 36,400 રુપિયા પ્રતિ ગ્રામ પર પહોંચી ગયો છે, જે અત્યાર સુધીનો સૌથી ઉંચો ભાવ છે. અમેરીકન સેન્ટ્રલ ફેડરલ રિઝર્વ બેંક દ્વારા વ્યાજદરમાં ઘટાડાના સંકેત અને અમેરિકા-ઈરાન વચ્ચેના તણાવને કારણે તેજી જોવા મળી છે.
કેડિયાએ જણાવ્યું હતું કે અમેરીકન સેન્ટ્રલ ફેડરલ રિઝર્વ બેંક દ્વારા કરાયેલા વ્યાજદરના ઘટાડાના સંકેતને કારણે ડૉલરમાં નબળાઇ આવી છે, જેના કારણે સોના અને ચાંદીના ભાવને ટેકો મળ્યો છે. ત્યારે અમેરિકા-ઈરાન વચ્ચેના તણાવને કારણે રોકાણ કારો સુરક્ષિત રાકાણ કરવાના રુપમાં સોનામાં રોકાણ તરફ વધ્યા છે.
તેમણે જણાવ્યું હતું કે રાજકીય તણાવને કારણે સોના અને ચાંદી રોકાણકારોની પહેલી પસંદ બન્યું છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના તાજેતરના અહેવાલ અનુસાર, પાછલા મહિને ઇટીએફ ગોલ્ડ હોલ્ડિંગ્સમાં 127 ટનનો વધારો થયો છે. તેમણે કહ્યું કે ઘરેલુ શેરબજારમાં નબળાઈથી પણ રોકાણકારો માટે સોનાની માંગમાં વધારો થયો છે.