નવી દિલ્હીઃ રાજધાની દિલ્હીમાં શુક્રવારે ફરીથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો છે. પેટ્રોલ 21 પૈસા અને ડીઝલ 17 પૈસા મોંઘુ થયું છે. હવે પેટ્રોલ 80.13 અને ડીઝલ 80.19 રુપિયા પ્રતિ લીટર થયુ છે.
ડીઝલના ભાવ પેટ્રોલથી મોંઘા થયા છે. ગત થોડા દિવોસોમાં ઈંધણના ભાવમાં થઇ રહેલા વધારાથી લોકોમાં ખૂબ જ નારાજગી જોવા મળી રહી છે. આ સાથે જ વિપક્ષ પણ સરકાર વિરૂદ્ધ પ્રદર્શન કરી રહ્યું છે.
શા માટે પેટ્રોલ સસ્તુ નથી મળતું
પેટ્રોલ-ડીઝલની વાસ્તવિક કિંમતથી વધુ તેના પર ટેક્સ લાદવામાં આવે છે, જેમાં કેન્દ્ર અને રાજ્ય સરકારો અલગ-અલગ રેટ પર ટેક્સ લાગુ છે. એક તરફથી પેટ્રોલના હાલના ભાવમાં લગભગ બે તૃત્યાંશ ભાગ ટેક્સનો સમાવેશ થાય છે.
હાલના સમયમાં પેટ્રોલ-ડીઝલ મોંઘુ થવા પાછળ ડૉલર કરતા રુપિયામાં સતત ઘટાડો પણ એક કારણ છે. રુપિયામાં ઘટાડાથી ઇંધણ કંપનીઓની ચિંતા વધી છે, કારણ કે, તેનો અર્થ એ છે કે, હવે તેને ઇંધણ ખરીદવા માટે વધુ રકમ ખર્ચ કરવો પડશે. એ માટે ઇંધણ કંપનીઓ સતત તેનો ભાર ગ્રાહકો પર મુકી રહી છે.